જામનગર શહેરમાં ઠેર-ઠેર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યા છે અને તેના પર કબજો કરી મકાનો પણ બનાવી દેવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ વીડિયો ગ્રાફરને સાથે રાખી અને મકાનનું ડીમોલેશન કર્યું હતું.
જામનગરની બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પડાયુ - જામનગરમાં બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પાડયુ
જામનગરઃ સ્મશાનની બાજુમાં બુદ્ધ સોસાયટીમાં એસ્ટેટ શાખા દ્વારા મકાનનું ડીમોલેશન ધરવામાં આવ્યું હતું. મકાન માલીક કોર્ટમાં કેસ હારી જતા મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું.
જામનગરની બુદ્ધ સોસાયટીમાં ગેરકાયદે મકાન તોડી પડાયુ
મહત્વનું છે કે જામનગર મહાનગરપાલિકા ગેરકાયદેસર મકાનો બનાવી રહેતા લોકોને અગાઉ પણ નોટિસ પાઠવી હતી. જો કે મકાન માલિકોએ કોર્ટમાં કેસ કરતા કોર્ટે પણ મકાન તોડી પાડવાનો હુકમ કરતા, આખરે મકાન તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામા આવી હતી.
TAGGED:
estate branch