- GIDCના કારણે તળાવમાં ગંદુ પાણી
- ગ્રામજનો છેલ્લા 2 વર્ષથી ખારું પાણી પીવે છે
- સમસ્યાનો હલ નહિ આવે તો ચૂંટણીમાં મતદાન નહિ કરે
જામનગર :કનસુમરાની બાજુમાં GIDC હોવાના કારણે તળાવના પાણીમાં ગંદું પાણી મળી જતાં રોગચાળો ફેલાય તેવી શક્યતા છે અને કનસુમરા વિસ્તારમાં તમામ જગ્યાએ ખારું પાણી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા કનસુમરા ગામમાં પીવાનું નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
ગ્રામજનોએ પાણી પુરવઠા અધિકારીને આપ્યું આવેદનપત્ર
કનસુમરા ગામના સરપંચ સહિતના ગ્રામજનો જામનગર પાણી પુરવઠા બોર્ડ ખાતે પહોંચ્યા હતા. તેમણે પાણી પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવી સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તેવી માંગ કરી છે.
કનસુમરાના ગ્રામજનોની સમસ્યા ગ્રામજનો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન નહી કરે કનસુમરા ગામના ગ્રામજનો જણાવે છે કે, તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન નહિ કરે. કારણ કે, છેલ્લા બે વર્ષથી તેઓ ખારું પાણી પી રહ્યા છે. નર્મદાનું પાણી બાજુમાંથી નીકળતું હોવા છતાં પણ જામનગર મહાનગરપાલિકા દ્વારા કનસુમરા ગામને તે પાણી આપવામાં આવતું નથી. તેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.