ગુજરાત

gujarat

ETV Bharat / state

Janmanagr News: મેલી વિદ્યાના વહેમમાં પતિએ પત્ની-પુત્ર પર કર્યો હુમલો, પોલીસ ફરિયાદ નોંધાઈ - police complaint registered

લાલપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધામાં પતિએ પત્ની ઉપર જાનલેવા હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત પુત્ર અને માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. પોલીસે સમગ્ર મામલો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

husband-attacked-wife-and-son-in-black-magic-police-complaint-registered
husband-attacked-wife-and-son-in-black-magic-police-complaint-registered

By

Published : Jul 12, 2023, 4:05 PM IST

મેલી વિદ્યાના વહેમમાં પતિએ પત્ની-પુત્ર પર કર્યો હુમલો

જામનગર: લોકો આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા અને વહેમોમાં અવનવા કાંડ કરતા જોવા મળી રહ્યા છે. એક બાજુ ફાસ્ટ યુગ ચાલી રહ્યો છે તો બીજી બાજુ હજુ પણ અંધશ્રદ્ધાઓની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ ઘટના લાલપુર તાલુકામાં બની છે જ્યાં મેલી વિદ્યાની આશંકાને લઈને પતિએ પત્ની પર જાનલેવા હુમલો કર્યો હતો. પીપરના પાટિયા પાસે પતિ-પત્ની વચ્ચે ઘર કંકાસને લઈ ડખો થતા ઉશ્કરેલા પતિએ પત્નીના ગળામાં છરીના ઘા ઝીકી દીધા હતા.

પુત્રને પણ ઇજા:આ ઉપરાંત 11 વર્ષના પુત્ર રાજેશ તુલસી પર પણ હુમલો કર્યો હતો. જેમાં જીવણના ગળાના ભાગે છરી વાગી છે અને હાથમાં ભાગે પણ છરી વાગી છે. બંને માતા-પુત્રને સારવાર અર્થે જામનગરની જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બંનેની હાલત સ્થિર હોવાનું ડોક્ટર જણાવી રહ્યા છે. છરી વડે હીંચકારો હુમલો કર્યો હતો જેમાં પત્ની અને પુત્ર ગંભીર રીતે ઘવાયા છે.

ઇજાગ્રસ્તો સારવાર હેઠળ: જોકે પતિ તુલસીભાઈએ પણ પોતાના ગળા પર છરીના ઘા જીકી લીધા છે જેના કારણે તેમની તબિયત પણ ના તંદુરસ્ત છે અને તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હેવાન બનેલા પતિએ પત્ની અને પુત્રના ગળાના ભાગે છરીના ઘા જગ્યાએ છે જેમાં પત્નીને 25 જેટલા ટાંકા આવ્યા છે અને બંનેને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

'ઇજાગ્રસ્ત પતિની પત્ની મેલી વિદ્યા કરતી હોવાનો શક પતિને હતો. જેના કારણે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે ગળાના ભાગે છેરીના ઝીક્યાં હતા. બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે પુત્ર પણ વચ્ચે પડ્યો હતો. ઉશ્કેરાલા પિતાએ પુત્રને પણ ગળાના ભાગે છરીના ઘા જિંકી દીધા હતા.' -પી.જે જાડેજા, ડીવાયએસપી

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી:પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું છે. નિવેદનના આધારે હુમલો કરનાર પતિ સામે પોલીસે ગુનો નોંધ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગર પોલીસી હત્યાનો પ્રયાસ સહિતની કલમો લગાવી અને પતિની અટકાય અંગેની કાર્યવાહી શરૂ કરી છે.

  1. Ahmedabad Crime : નિકોલમાં હેવાન બનેવીએ સગીર સાળીને બેડ પર સુવડાવી, વિદેશ લઈ જવા માટે બીભત્સ શરત મૂકતા નોંધાયો ગુનો
  2. Vadodara High Profile Rape Case : ગોત્રી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં વિસ્ફોટક ખુલાસો

ABOUT THE AUTHOR

...view details