પૌરાણિક કથા અનુસાર ભોઇ જ્ઞાતિ દ્વારા જામનગરમાં હોલીકા ઉત્સવની અનોખી રીતે છેલ્લા 62 વર્ષથી ઉજવણી કરવામાં આવેછે જે શહેરના સુભાષ શાક માર્કેટ પાસેના ચોકમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. હોળીના દિવસે સવારે ભોઇ જ્ઞાતિના યુવાનો દ્વારા વાજતે-ગાજતે મહાકાય હોલીકાનું સરઘસ કાઢવામાં આવે છે. ત્યાર બાદ હોલીકા ચોકમાં હોલીકાનું સ્થાપન કરવામાં આવે છે. રાત્રે આમંત્રિત મહેમાનો દ્વારા હોલીકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ત્યાર બાદ ઉભી કરાયેલી મહાકાય અને આકર્ષક રૂપરંગ સાથેની હોલીકાની પ્રતિમા સાથે સરઘસ નિકળી ભોઇવાડા આવી હતી. અને અંતે રાતે 9 વાગે હોલિકા દહન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલીકા ઉત્સવની અનોખી ઉજવણી
જામનગરઃ શહેરમાં વસતા ભોઈ સમાજ દ્વારા હોળીના પર્વની છેલ્લા 62 વર્ષથી વિશેષ ઉજવણી કરવામાં આવે છે. હોળીના દિવસે અહીં હોલીકા અને ભક્ત પ્રહલાદની કથા મુજબ હોલીકા અને પ્રહલાદના પૂતળાનું નિર્માણ કરવામા આવે છે. 2.5 ટન વજન અને 30 ફૂટ ઉંચા કદના હોલીકાના પૂતળાને આજના દિવસે હોલીકા દહનના સ્થળ પર લવાઈ છે અને રાત્રીના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે.
જામનગરના સંસદ પૂનમ માડમ પણ દર વર્ષે આ ઉજવણી માટે જરૂરી મદદ પુરી પાડે છે. ગુજરાતમાં એકમાત્ર જામનગરની સમસ્ત ભોઇ જ્ઞાતિ દ્વારા ઉજવવામાં આવતા આ હોલીકા ઉત્સવમાં ધાર્મિક ગ્રંથોમાં હોલીકા દહન અને પ્રહલાદના થયેલા ચમત્કારિક બચાવનો ઘટનાક્રમ આબેહુબ રીતે રજૂ કરવામાં આવે છે. આ પ્રસંગને નિહાળવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડે છે. ઢોલના તાલે અને ડી.જે. ના સંગીતના સથવારે લોકો નાચ-ગાન કરતા હોય છે અને અબિલ-ગુલાલ ઉડાડતા લોકો જોવા મળ્યા હતાં.
આવું અનોખું આયોજન સતત 62મી વખત થયુ હતું.ઉલ્લેખનીય છે કે, આ હોળી તૈયાર કરવામાં 1 મહિના જેટલો સમય લાગી જતો હોય છે. જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા હોળીની આ ઉજવણી માટે તમામ જરૂરી મદદ પુરી પાડવામાં આવે છે.આમ હોલિકા દહનમાં દેશ વિદેશથી ભોઈ સમાજના લોકો જામનગર આવે છે. તેમજ આ પ્રસંગે કૃષિ પ્રધાન આર. સી ફળદુ અને રિવાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.