ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક - JMR

જામનગરઃ જામનગરમાં જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના અધ્યક્ષ સ્થાને સઘન ઝાડા નિયંત્રણ માટે પખવાડિયાની ઉજવણીના આયોજન અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર જિલ્લા પંચાયત ખાતે સઘન ઝાડા નિયંત્રણ અંગાની બેઠક યોજાઈ

By

Published : May 15, 2019, 8:54 AM IST

જામનગર જિલ્લા પંચાયત ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્રારા જામનગરના અધ્યક્ષ સ્થાને સઘન ઝાડા નિયંત્રણ માટે પખવાડિયાની ઉજવણીના આયોજન અંગેની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પાંચ વર્ષ સુધીના બાળકોમાં ઝાડાને કારણે થતા બાળ મૃત્યુદરમાં ઘટાડો લાવવા માટે 28 મે-થી 9જૂન દરમિયાન વિવિધ કાર્યક્રમો જેવા કે, ઓઆરએસ, ઝિંકની વહેંચણી અને નિર્દેશન જામકે જાહેર સંસ્થા ખાતે આવેલ પાણીની ટાંકી સાફ કરવી, આરોગ્ય કેન્દ્વ ખાતે નિર્જલનની ગુણવતા સભર સેવાઓ સુનિશ્ચિત કરવી, ગ્રામીણ વિસ્તારોના સમુદાયોમાં તેમજ શાળાઓમાં હાથ ધોવાની પદ્ધતિઓનું નિદર્શન કરવામાં આવશે.

જામનગર જિલ્લા પંચાયત ખાતે સઘન ઝાડા નિયંત્રણ અંગાની બેઠક યોજાઈ

આ બેઠકમાં તમામ તાલુકા આરોગ્ય અધિકારીઓ, ટીએચવી, ટીએમપીએસ, ઈએમઓ, ડીપીએચએન, ડીઆઈઈસીઓ, ડીપીસી, આશા રીસોર્સ તથા જિલ્લાને લાગતા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

ABOUT THE AUTHOR

...view details