જામનગરઃ જિલ્લાના કાલાવડમાં કાપડના વેપારી નિશાંત ઉદેશી મંગળવારે સાંજના સમયે પોતાની દુકાન પર બેઠા હતા, તે દરમિયાન ત્યાંથી કાલાવડ ટાઉન પોલીસ મથકના પોલીસકર્મીઓ પસાર થતા તેવોએ વેપારી યુવક નિશાંતને પોલીસ ચોંકી ખાતે લઇ ગયા હતાં. જ્યાં નિશાંત દ્વારા પોલીસકર્મીને પણ માસ્કના નિયમનું પાલન કરો તેવી વાત કરતા હાજર પોલીસકર્મીઓ ગુસ્સે થયા હતા અને બાદમાં નિશાંત ઉદેશીને લાકડી પટા વડે માર માર્યો હતો.
જામનગરમાં માસ્ક મામલે વેપારીને માર મારનાર હેડ કોન્સ્ટેબલ અને 3 LR સસ્પેન્ડ - જામનગરમાં માસ્કનું વિતરણ
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, ત્યારે જામનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માસ્ક મામલે વેપારીને માર મારતા હેડ કોન્સ્ટેબલ અને 3 એલ આર સસપેન્ડ કરવામાં આવ્યાં છે.
જે બાદ તેના પિતા પણ પોલીસ મથક ખાતે દોડી આવતા પોલીસે વેપારી પિતા પુત્રને માર મારતા આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો કાલાવડમાં પડ્યા હતાં. પોલીસની દાદાગીરીનો ભોગ બનનારા બન્ને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે દાખલ છે. જો કે, મામલો વધુ બીચકાય તે પૂર્વે એસપી, ગ્રામ્ય ડીવાયએસપી સહિતનો કાફલો પણ કાલાવડ ખાતે દોડી ગયો હતો.
વધુમાં જણાવીએ તો આ ઘટનાથી જામનગર જિલ્લા પોલીસ વડા દ્વારા ત્વરિત નિર્ણય લઇ કાલાવડમાં પોલીસ દ્વારા માર મારવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પોલીસ વડા દ્વારા ત્રણ એલ આર તેમજ એક હેડ કોન્સ્ટેબલને સસપેન્ડ કરવામાં આવ્યા છે અને તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.