ગુજરાત

gujarat

ETV Bharat / state

Police suspended: જામનગરના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસવડાની આકરી કાર્યવાહી, બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ - Police suspended

જામનગરના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસવડાની આકરી કાર્યવાહી કરી છે. જેમાં બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સગીરને માર મારવું બે પોલીસ કર્મચારીઓને પડ્યું મોંઘુ પડ્યું છે. બી ડિવિઝનના બે પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Police suspended: જામનગરના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસવડાની આકરી કાર્યવાહી, બે પોલીસ કર્મચારી સસ્પેન્ડBharat
Police suspended: જામનગરના બે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ જિલ્લા પોલીસવડાની આકરી કાર્યવાહી, બે પોલીસ કર્મચારી સસ્પેન્ડ

By

Published : Jan 28, 2023, 11:05 AM IST

જામનગર:શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં એક સગીરને સીટી બી ડિવિઝનના બે પોલીસ કર્મચારીઓ દ્વારા માર મારવામાં આવ્યો હતો. જ્યારે સગીરના પિતા દ્વારા આ મામલે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલું સમક્ષ રજૂઆત કરવામાં આવતા જિલ્લા પોલીસવડાએ આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સીટી બી ડિવિઝન ડી-સ્ટાફના બંને પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેને કારણે સમગ્ર પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ વાત પરથી કહી શકાય કે પોલીસ કોઇ પણ ગુનેગારોને છોડતી નથી. જામગનર પોલીસ આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. પરંતુ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાતા ચકચાર મચી ગયો છે.

આ પણ વાંચો May we help you: વ્યાજખોરીના ચુંગાલમાંથી મુક્ત કરાવવા પોલીસ બેંકો સાથે મળી લોન અપાવશે

નિર્દોષ બાળકને માર:પ્રાથમિક જાણવા મળતી વિગતો મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડી-સ્ટાફમાં ફરજ બજાવતા હિતેશ ચાવડા અને વનરાજ ખવડ નામના બે પોલીસ કર્મચારીઓ દ્વારા એક નિર્દોષ બાળકને માર મારવામાં આવ્યો હતો. બાળકને માર મારતા તેના પરિવારજનોને બાળક દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાળકના પરિવાર દ્વારા જિલ્લા પોલીસવડાને બે પોલીસ કર્મીઓના અત્યાચાર મામલે આ સમગ્ર ઘટના અંગેની રજૂઆત કરવામાં આવી.

આ પણ વાંચો Surat Police : સુરતીમાં હવે 100 નંબર પર ફોન કરી મેળવી શકાશે લોન, દેશમાં સૌપ્રથમ વખત પોલીસની અનોખી પહેલ

તપાસ કરવામાં આવી:જ્યારે સમગ્ર ઘટના મામલે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા તપાસ કરવામાં આવતા સીટી બી ડિવિઝન ડી-સ્ટાફના બંને પોલીસ કર્મચારીઓ કસુરવાર જણાતા જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સ્થિતિ બી ડિવિઝનમાં ફરજ બજાવતા બંને પોલીસ કર્મચારીઓ હિતેશ ચાવડા અને વનરાજ ખવડને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યા છે. જોકે આ બંને પોલીસ કર્મચારીઓ દ્વારા બાળકને શા માટે માર મારવામાં આવ્યો અને જિલ્લા પોલીસવડા દ્વારા આ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી જોઈને આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે હાલ જામનગરના સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details