ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં હાર્દિકને જોતા લોકોએ લગાવ્યા મોદો-મોદીના નારા - Paas

જામનગર: કોંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલે જામનગરમાં હોળીની ઉજવણી કરી હતી. જામનગરના પાર્ટી પ્લોટમાં પહોંચેલા હાર્દિક પટેલના આગમનની સાથે જનતાએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. જનતાના વિરોધના કારણે હાર્દિક પટેલ, કોંગ્રસના કાર્યકર્તાઓ અને હોદેદારોમાં ચિંતા સેવાઇ રહિ છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 21, 2019, 9:39 PM IST

ધુળેટીના પર્વમાં જામનગરની જનતાની સાથે રંગે રંગાવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રીવાબા જાડેજા પાર્ટીપ્લોટમા પહોંચ્યા હતા.ત્યાર બાદ હાર્દિક પટેલ પણ ધુળેટીની ઉજવણી કરવા જામનગર પહોંચ્યા હતા. જ્યાં હાર્દિકનો લોકોએ મોદી-મોદીના નારા લગાવી સ્વાગત કર્યું હતું.

હાર્દિકને જોતા જ લોકોએ લગાવ્યા મોદીના નારા


છેલ્લા ત્રણ દિવસથી હાર્દિક પટેલે જામનગરમાં ધામા નાખ્યા છે. તે દરમિયાન હાર્દિક અને કોંગ્રેસ કાર્યકરોને જનતાનો વિરોધ મળી રહ્યો છે. જેના કારણે કાર્યકરોમાં લોકસભાની ચૂંટણીને લઇને ચિંતા વ્યાપી રહી છે.

મહત્વનું છે કે હાર્દિક પટેલ માટે 2019ની લોકસભા ચૂંટણી સાથે રાજકીય કારકિર્દીનીશરુઆત થવા જઇ રહી છે. ત્યારે શરૂઆતનાં સમયમાં થતા વિરોધ ચિંતાજનક છે.

ABOUT THE AUTHOR

...view details