જામનગરમાં આચાર સહિતા ઉલ્લંઘન કેસમાં હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યો હાજર - હાર્દિક પટેલ સેશન્સ કોર્ટમાં રહ્યા હાજર
જામનગર : તાલુકાના ધુવાસર ગામમાં વર્ષ 2017માં ચૂંટણી દરમિયાન આચારસહિતા ભંગની ફરીયાદ નોંધાઈ હતી. જેની ગુરુવારે સુનાવણી હોવાથી તે જામનગર સેશન્સ કોર્ટમાં હાજર રહ્યો હતો.
etv bharat jamnagar
કોંગી નેતા હાર્દિક પટેલ 11.30 કલાકે સેશન્સ કોર્ટમાં હાજર થયા હતા. જો કે હાર્દિક પટેલ અને તેના સાથીએ ગુનો કબુલ્યો નથી. આગામી 24મી ફરી કોર્ટમાં હાજર રહેવા જજે આદેશ કર્યો છે.મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે, અડવાણીએ દેશભરમાં યાત્રા કાઢી તે દરમિયાન વાણી વિલાસ પણ કર્યો હતો છતાં પણ તેમની સામે કેમ પગલાં લેવામાં આવ્યા નથી.