નિર્દોષ છૂટકારા બાદ હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપી હતી જામનગર : જામનગરની કોર્ટમાં જામનગરના ધુતારપુર-ધુળશીયાના ચર્ચાસ્પદ કેસમાં છુટકારો થયો છે. જામનગરની કોર્ટમાં ચાલતા કેસનો આજે ચુકાદો આવ્યો છે જેમાં ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલ નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. 4 નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું તે દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસીયામાં એક સભા યોજાઈ હતી. જે સભા શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલ હોય અને તેમા રાજકીય ભાષણ થતા આ મુદ્દે ફરિયાદ થઈ હતી.
પાટીદાર આંદોલન સંદર્ભે ભાષણ :રાજકીય આ ફરિયાદનેે લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યા હતો. કેસ રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘાડીયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડી. ચીફ જૂડી.મેજીસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો હતો. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશભાઇ વિરાણી તથા રશીદભાઈ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો Jamnagar Court : MLA હાર્દિક પટેલ 2017ના કેસ સંદર્ભે કોર્ટમાં થયો હાજર
શું હતો કેસ :આ કેસની વિગત એવી છે કે, તા. 4 નવેમ્બર 2017 ના રોજ પાસ કન્વીનર હાર્દિક પટેલ તથા પાસ કન્વીનર અંક્તિ નારણભાઈ ઘાડીયા દ્વારા જામનગર નજીક ધુતારપુર-ધુળસીયા ગામે દયાળજી મોહનભાઇ ભીમાણીની વાડીએ પાટીદાર સમાજની સામાજિક સુધારણા અને શૈક્ષણિક તથા ખેડૂતને લગતા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે સભાનુ આયોજન કરેલું હતું. જે સભામાં લાઉડ સ્પીકર, વિડીયોગ્રાફી, પંચો, સાહેદો વિગેરેના આધારે વિવાદાસ્પદ ભાષણ અંગે સભાના આયોજન વિરૂધ્ધ તા. 12 જાન્યુઆરી 2018ના રોજ જામનગર પંચ-એ પો.સ્ટે.માં ઉપરોક્ત બાબતે હાર્દિક ભરતભાઇ પટેલ તથા અંકિત નારણભાઈ ઘાડીયા વિરૂધ્ધ જી.પી.એકટની ક્લમ-36(3) તથા 12(2) તથા કલમ-134 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
આ પણ વાંચો Ahmedabad Rural Court : હાર્દિક પટેલ હાજીર હો... નિકોલ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પાઠવ્યું સમન્સ
છેલ્લા પાંચ વર્ષથી મુદતો પડી : આ કેસમાં હાર્દિક પટેલ તથા અંકિત ઘાડીયા વિરૂધ્ધ નામદાર ચોથા એડી. ચીફ. જયુડી. મેજી. એમ.ડી. નંદાણી સાહેબની કોર્ટમાં ચાર્જ કેમ થયા બાદ છેલ્લા પાંચ વર્ષથી મુદતોમાં સર્કલ ઓફિસર તથા પંચો, સાહેદો તથા વિડીયોગ્રાફર, ડીવીડી, સીડી વિગેરે તપાસેલા હતા, ત્યાર બાદ આરોપીના વકીલો દ્વારા ધારદાર દલીલ કરવામાં આવેલ હતી અને ઉપરોક્ત આરોપીઓ હાર્દિકભાઇ પટેલ તથા અંક્તિ ઘાડીયાને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરેલો છે.
હાર્દિક પટેલ હવે ભાજપના ધારાસભ્ય :જે તે વખતે આ કેસ ખુબજ ચર્ચાસ્પદ હતો. આ કેસમાં હાલના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ તથા અંક્તિ ઘાડીયાનો નિર્દોષ છૂટકારો થયેલો છે. ઉપરોક્ત કેસમાં આરોપી તરફે વકીલ દિનેશભાઈ વિરાણી, તથા રસીદભાઈ ખીરા રોકાયા હતા.