જામનગરઃ હાપા માર્કેટિંગ યાર્ડમાં (Hapa Market Yard) મગફળી, કપાસ, એરંડા, જીરુ સહિતના પાકોનું વેચાણ મબલખ પ્રમાણમાં થયું છે. ખેડૂતોને ગુજરાતમાં સૌથી ઊંચો ભાવ માર્કેટિંગ યાર્ડમાં મળી રહ્યો છે. અહીં કચ્છ રાજકોટ જૂનાગઢ સહિતના જિલ્લાના ખેડૂતો પોતાનો માલ વેચવા આવી રહ્યા છે.
હાપા યાર્ડમાં ચણા અને ધાણાની મબલક આવક
જામનગરનાહાપા માર્કેટિંગ યાર્ડમાં 500 જેટલા વાહનોમાં ચણા (Hapa Market Yard Chickpea Income)અને ધાણાની આવક થઈ છે. જેના કારણે યાર્ડની બહાર વાહનોની લાંબી કતારોજોવા મળી હતી. 21,000 ગુણી ચણાની આવક થઈ છે. તો 35,000 ગુણી ધાણાની આવક થઈ છે. જોકે હજુ ખેડૂતો મોટા પ્રમાણમાં ચણા અને ધાણા માટે યાર્ડમાં આવી રહ્યાં છે. પણ યાર્ડમાં જગ્યા ન હોવાના કારણે હાલ પુરતી આવક બંધ કરવામાં આવી છે.
ગત વર્ષની સરખામણીએ ચણા-ધાણાનો કેટલો ભાવ
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં(Hapa Marketing Yard, Jamnagar) ધાણાની પુષ્કળ આવક થઈ છે. ચણાનો ભાવ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વધુ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને રૂપિયા 800થી 900 સુધીનો ભાવ જણાને મળી રહ્યો છે. તો ધાણાનો ભાવ પણ ખેડૂતોને 1000 થી 2300 સુધીનો મળી રહ્યો છે. જો કે ગત વર્ષે ચણાનો ભાવ 800 રૂપિયા હતો અને ધાણાનો ભાવ 1000 રૂપિયા હતો.