ગુજરાત

gujarat

ETV Bharat / state

રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા, હકુભાએ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત - રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા

જામનગરઃ રોગચાળાએ માઝા મૂકી હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દિનપ્રતિદિન ડેન્ગ્યુના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના દર્દીઓમાં સમગ્ર ગુજરાતમાં જામનગર હાલ બીજા ક્રમે છે. દર્દીઓમાં અવિરતપણે વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા છે. તો હકુભાએ પણ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત લીધી હતી.

રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા, હકુભાએ ડેન્ગ્યુના દર્દીઓની લીધી મુલાકાત

By

Published : Oct 13, 2019, 7:12 AM IST

જામનગરમાં રોગચાળો વધતો જાય છે. આ સાથે જ ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા પણ વધતી જાય છે. આ સ્થિતિની ગંભીરતાને જોઈ રાજ્ય સરકાર પણ સફાળી જાગી ગઈ છે. હોસ્પિટલ તંત્ર આરોગ્ય વિભાગ સહિતને રોગચાળાને નાથવા આદેશો કરાયો છે. રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરની જી.જી હોસ્પિટલમાં દાખલ ડેન્ગ્યુના દર્દીઓની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ સ્થિતિનો ચિતાર જાણ્યો હતો.

રોગચાળાને નાથવા રાજ્ય સરકારે 50 લાખ ફાળવ્યા

ડેન્ગ્યુ પર કાબૂ મેળવવા રાજ્ય સરકાર દ્વારા વધારાની ૫૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. એક નાયબ નિયામક સહિત તાલુકા હેલ્થ ઓફિસર મલેરિયા ઓફિસર મેલ ફિલ્ડ વર્કર સહિત ૬૦ લોકોનો સ્ટાફ ફાળવવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલને સ્ટાફ દવા ગ્રાન્ટ વગેરે બાબતોએ આરોગ્યના અધિકારી નિયામકને ખાસ જવાબદારી સોંપાઈ છે.

ABOUT THE AUTHOR

...view details