જામનગર : હાલ કોરોનાની વૈશ્વિક મહામારી જોવા મળી રહી છે, ત્યારે લોકોની ભીડ એકઠી ન થાય તે માટે covid ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. તેમ છતાં પણ જામનગરની સાધના કોલોની વિસ્તારમાં ગુજરી બજાર ગેરકાયદેસર રીતે ભરવામાં આવી હતી. જેના પર એસ્ટેટ શાખા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગરમાં એસ્ટેટ શાખા દ્વારા ગુજરી બજાર બંધ કરાવાઇ - એસ્ટેટ શાખા દ્વારા ગુજરી બજાર બંધ કરાવાઇ
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સાધના કોલોની વિસ્તારમાં ભરાતી ગુજરી બજાર પર દરોડા પાડવામાં આવ્યા હતા.
એસ્ટેટ શાખા દ્વારા ગુજરી બજાર બંધ કરાવાઇ
મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 50થી 60 પાથરણા વાળાનો માલ ઝપ્ત કર્યો છે. તો શહેરમાં અમુક જગ્યાએ શાકભાજીના ધંધાર્થીઓને ત્યાં પણ એસ્ટેટ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જ્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હોય ત્યાંથી પણ માલ ઝપ્ત કરવામાં આવ્યો છે.