મહત્વનું છે કે જામનગર જિલ્લાના લાલપુર, ધ્રોલ અને જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જામનગર જિલ્લામાં 187 % વરસાદ થતાં જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા રજુઆત કરવામાં આવી હતી. સર્વેની કામગીરી પણ નિયમ અનુસાર કરવા રજુઆત કરી હતી. કમોસમી વરસાદના કારણે અંદાજે 15000નુ નુકસાન થયું હોવાનું ખેતીવાડી અધિકારી જણાવી રહ્યા છે. સમગ્ર જામનગર જિલ્લામાં 10 દિવસમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું - application to the Agriculture Officer
જામનગર: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ખેતીવાડી અધિકારીને આવેદન પત્ર આવ્યું હતું. મહત્વનું છે કે જામનગર જિલ્લાના લાલપુર, ધ્રોલ અને જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ દ્વારા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યુ
જેના પગલે હાલ તમામ તાલુકાઓમાં સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે કિસાન કોંગ્રેસ દ્વારા સર્વેની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોમાં સર્વેની કામગીરીને લઇ અસંતોષ જોવા મળી રહ્યો છે. જેના કારણે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી છે.