ગુજરાત

gujarat

ETV Bharat / state

જાડેજા v/s જાડેજા, પૂત્રવધુને હરાવવા સસરા મેદાને ઉતર્યા, લોકોને કરી અપીલ - જામનગર ઉત્તર વિધાનસભા બેઠક

જામનગરમાં ઉત્તર વિધાનસભા બેઠક (Jamnagar North assembly seat) પર ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાનાં (Cricketer Ravindra Jadeja wife Rivaba) પત્ની રિવાબા જાડેજાને (Rivaba Jadeja Jamnagar North BJP Candidate) ટિકીટ આપી છે. ત્યારે હવે રિવાબાના સસરાએ એક વીડિયો જાહેર કરી લોકોને અપીલ કરી છે. વીડિયોમાં તેમણે તેમનાં પૂત્રવધુને હરાવવા અપીલ કરી છે.

જાડેજા v/s જાડેજા, પૂત્રવધુને હરાવવા સસરા મેદાને ઉતર્યા, લોકોને કરી અપીલ
જાડેજા v/s જાડેજા, પૂત્રવધુને હરાવવા સસરા મેદાને ઉતર્યા, લોકોને કરી અપીલ

By

Published : Nov 29, 2022, 3:40 PM IST

જામનગર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) પહેલા અનેક ઉમેદવારો એવા છે, જેમની ટિકીટ કપાઈ ગઈ છે. તો કેટલાક એવા નવા ઉમેદવાર છે જેમને પહેલી વખત તક મળી છે. આવા જ એક ઉમેદવાર છે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક (Jamnagar North assembly seat) પર ભાજપનાં ઉમેદવાર રિવાબા જાડેજા (Rivaba Jadeja Jamnagar North BJP Candidate) . જ્યારથી આ બેઠક પર તેમનું નામ જાહેર થયું છે. ત્યારથી જ આ બેઠક વિવાદમાં ફસાઈ છે.

સસરા અપીલ કરતા દેખાયા

રવિન્દ્ર જાડેજા પત્નીના પડખે ઊભા છે કારણ કે, આ બેઠક (Jamnagar North assembly seat) પરથી ભાજપે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને (Cricketer Ravindra Jadeja wife Rivaba) ટિકીટ આપી છે. એક તરફ રવિન્દ્ર જાડેજા પત્નીનાં સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે. બીજી તરફ તેમનો જ પરિવાર એટલે કે રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજા અને તેમના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા રિવાબાને(Rivaba Jadeja Jamnagar North BJP Candidate) હરાવવા મહેનત કરી રહ્યા છે. તેવામાં અનિરુદ્ધસિંહ જાડેજાનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તેઓ પૂત્રવધુને હરાવવા માટે અપીલ કરતા જોવા મળી રહ્યા છે.

પરિવારમાં વૈચારિક વિવાદ જોકે, જાડેજા પરિવારનો વૈચારિક વિવાદ એ જગજાહેર છે. તેમ છતાં રવિન્દ્ર જાડેજા લોકોની વચ્ચે જઈને પત્ની માટે મત માગી રહ્યા છે. બીજી તરફ અનિરુદ્ધસિંહ જાડેજાએ કૉંગ્રેસના ઉમેદવાર બિપેન્દ્રસિંહ જાડેજાને મત આપવા અપીલ કરી છે. આ પહેલા રવિન્દ્ર જાડેજાએ જામનગર, ખંભાળિયા, જામજોધપુર, લાલપુર સહિતના વિસ્તારોમાં ઉમેદવારો માટે રોડ શૉ કર્યો હતો. રવિન્દ્ર જાડેજા પત્ની માટે તો તેમના પિતા (Ravindra Jadeja Father Aniruddhsinh Jadeja video) અને બહેન કૉંગ્રેસ માટે મત માગતા જોવા મળી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details