જામનગરઃભારત દેશ હજારો વર્ષથી આયુર્વેદિક ઉપચાર(Gujarat Ayurvedic University ) દ્વારા વિવિધ અસાધ્ય રોગો પર કાબુ મેળવવામાં સફળ રહ્યું છે. ખાસ કરીને કોરોના દર્દીઓને પણ આયુર્વેદિક ઉકાળાઓ આપવાથી તાત્કાલિક રિકવરી થતી હોવાની વિગતો સામે આવી છે. ઓમિક્રોન કેસ સતત વધતા (Omicron case in Gujarat)આયુર્વેદિક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુ ઠાકરે વિવિધ જડીબુટ્ટીઓ માંથી બનેલી દવાઓ વિશે વાત કરી છે અને આ જડીબુટ્ટીઓ કોરોના દર્દીઓ માટે અકસીર ઇલાજ રૂપ સાબિત થઈ રહી છે.
આયુર્વેદિક યુનિવર્સિટીમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર સજજ
જામનગરમાં કોરોના સંક્રમણ(Corona case in Jamnaga) વધી રહ્યું હોવાથી મનપાના તંત્ર દ્વારા હાલ 22 ધનવંત્રી રથો અને બે સંજીવની રથો શરૂ કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તેમાં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર થયેલા આયુર્વેદ સંસ્થાનમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા સાથે ધનવંત્રી રથોને દવા સપ્લાય ઉપરાંત આયુષ મંત્રાલય નિર્મિત આયુ - 64 દવા હોમ ક્વોરેન્ટાઈન લોકોના હોસ્પિટલાઈઝેશન રોકવા અપાવાનું શરૂ થશે. તેમજ બે સંજીવની રથો હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓની ફોલોઅપ સારવાર ચેક - અપ માટે ચાલુ કરવામાં આવ્યા છે.