ગુજરાત

gujarat

ETV Bharat / state

બાબુલાલ પાન સેન્ટર પર છે વિદેશી ક્રાંતિકારીઓના ફોટાઓ, અહીંથી પાન થાય છે એક્સપોર્ટ - વિશ્વ વિખ્યાત નેતાઓ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાત થતા જ સમગ્ર ગુજરાતમાં ચૂંટણીનો માદોલ જોવા મળ્યો છે. જામનગરમાં એક પાનનીવિદેશી ક્રાંતિકારીઓના ફોટાઓ (Photos of Foreign Revolutionaries) જેવાકે નેલ્સન રોલિહલાહલા મંડેલા, જ્હોન ફિટ્ઝગેરાલ્ડ કેનેડી, વ્લાદિમીર લેનિન જેવા જાણીતા ચહેરાઓની છબીઓ દુકાનમા લાગેલી જોવા મળી હતી. આ સાથે અહીંના પાન ખૂબ લોકપ્રીય હેવાથી આ દુકાનના પાન વિદેશમા પણ જાય છે.

બાબુલાલ પાન સેન્ટર પર છે વિદેશી ક્રાંતિકારીઓના ફોટાઓ, અહીંથી પાન થાય છે એક્સપોર્ટ
બાબુલાલ પાન સેન્ટર પર છે વિદેશી ક્રાંતિકારીઓના ફોટાઓ, અહીંથી પાન થાય છે એક્સપોર્ટ

By

Published : Nov 16, 2022, 3:59 PM IST

જામનગરગુજરાત વિધાનસભાની ચૂંટણી2022ની (Gujarat Assembly Election 2022) જાહેરાત થતા જ સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે જુદી જુદી વિચારધારા વચ્ચે રાજકીય ટક્કર જોવા મળી રહી છે. જામનગરમાં બાબુલાલ પાનવાળાની દુકાન પર જુદી જુદી ચાર વિચારધારાના ફોટો (Photos of Foreign Revolutionaries) લગાવવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય વિચારધારાની અહીં દુકાનમાં છબીઓ લગાવવામાં આવી છે.

બાબુભાઈએ પોતાની પાનની આ દુકાનમાં લેનિન, માંડેલા, અને કેનેડી જેવા વિશ્વ વિખ્યાત નેતાઓની તસવીરો લગાવી છે.

પાનનો ઈતિહાસ ખુબ જ જૂનોજોકે સ્થાનિક લેવલ પર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીની વિચારધારા વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. ભાગ્યેજ કોઈ ગુજરાતી હશે જેને જીવનમાં ક્યારેય પાન નહીં ખાધું હોય. પાનનો ઈતિહાસ ખુબ જ જૂનો (Old History Pan) છે. આમ તો બનારસના પાન જાણીતા છે, પરંતુ જામનગરના બાબુલાલના પાન વર્લ્ડ ફેમસ (World famous pan of Babulal of Jamnagar) છે. 1947માં બાબુલાલે પાન બનાવવાનું શરૂ કર્યું હતું. જે આજે તેઓ તો હયાત નથી, પરંતુ તેમની ત્રીજી પેઢી આ વ્યવસાય આગળ વધારી રહી છે. બાબુભાઈએ પોતાની પાનની આ દુકાનમાં વ્લાદિમીર લેનિન, નેલ્સન રોલિહલાહલા મંડેલા, અને જ્હોન ફિટ્ઝગેરાલ્ડ કેનેડી જેવા વિશ્વ વિખ્યાત નેતાઓની (World famous leaders) તસવીરો લગાવી છે.

જામનગરમાં બાબુલાલ પાન વાળાની દુકાન પર જુદી જુદી ચાર વિચારધારાના ફોટો લગાવવામાં આવ્યા છે આંતરરાષ્ટ્રીય વિચારધારા ની અહીં દુકાનમાં છબીઓ લગાવવામાં આવી છે.

જામનગરના પાન વર્લ્ડ ફેમસ છેકારણ કે પાનની સોપારીથી લઈ આથો ખુદ વેપારી પોતાના ઘરે બનાવે છે. આ સાથે સાથે વેપારી જુદા જુદા શોખ પણ ધરાવે છે. જામનગરના પાન વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. તેમાં જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં આવેલી બાબુલાલ પાન વારાની દુકાન ફેમસ છે. કારણકે આ દુકાનમાંથી વિદેશમાં પાન બહોળા પ્રમાણમાં મોકલવામાં આવે છે.

એક વિદેશી નાગરિકે કર્યું ટ્વિટ, શા માટે?આમ તોફાનની કિંમત પાંચ રૂપિયાથી શરૂ કરી અને દસ રૂપિયા સુધીની હોય છે. જોકે બાબુલાલ પાન વાળાને ત્યાં દસ રૂપિયાથી લઈને સો રૂપિયા સુધીના પાન લોકોને મળી રહે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિદેશમાં દુબઈ તેમ જ ઇંગ્લેન્ડ અને અમેરિકા જેવા દેશોમાં પણ બાબુલાલના પાન મોકલવામાં આવતા હતા. પાનની કિંમત તમાકુ તેમજ તેમાં વપરાતી અલગ વેરાઇટી પર નિર્ભર હોય છે. બાબુલાલ પણ સેંટરમાં તેઓ ઘરે જ આથો, સોપારી તૈયાર કરે છે. બનારસથી તમાકુ મંગાવે છે. એક સમય હતો જયારે અહીં દરરોજ 5 હજારથી 6 હજાર પાન વેચતા હતા.

ABOUT THE AUTHOR

...view details