ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં શૈક્ષણિક અને રોજગારલક્ષી સેમીનાર યોજાયો - Mansukh Solanki

જામનગર: શહેરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો. આ સેમીનાર મદદનીશ નિયામકની કચેરી, ચંદ્રમણીબેન ઝવેરચંદ મેઘજી ગોસરાણી BCA કોલેજ મળીને યોજવામાં આવ્યો હતો. આ સેમીનારમાં અસરકારક રિઝ્યૂમ કેમ બનાવવું તેમજ ઈન્ટરવ્યૂ ટીપ્સ અંગે શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો

By

Published : Jul 19, 2019, 9:52 PM IST

આ સેમીનારમાં રોજગાર કચેરી ખાતે ફરજ બજાવતા એમ્પેક્ષ-બી કેરિયર કાઉન્સેલર અંકિત ભટ્ટે અસરકારક રિઝ્યુમ કેમ બનાવવું, ખાનગી કંપનીને ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા, ઇન્ટરવ્યૂ ટીપ્સ તથા ખાસ કરીને રિઝ્યૂમમાં ક્યાં ક્યાં મુદ્દાઓનો સમાવેશ કરી શકાય જેવી માહિતી આપી હતી. આ સાથે રોજગાર કચેરી દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ, પ્રવર્તમાન સમયે નોકરીની જુદી-જુદી જાહેરાતો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડનું શું મહત્વ રહેલું છે? તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જરૂરી છે, તેની સવિસ્તાર માહિતી આપી હતી.

જામનગરમાં શૈક્ષણિક અને માર્ગદર્શન સેમીનાર યોજાયો

આ ઉપરાંત ઉમેદવારોને પ્રેઝન્ટેશન દ્વારા સવિસ્તાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમીનારમાં 224 ઉમેદવારો હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. વધુમાં આવા માર્ગદર્શક સેમિનારો તથા એમ્પ્લોયમેન્ટ કાર્ડ રજિસ્ટ્રેશન કેમ્પ દરેક કોલેજોમાં થવા જરૂરી છે. દરેક વિદ્યાર્થીઓએ એમ્પ્લોયમેન્ટ કાર્ડ કઢાવવું જ જોઈએ તેવું જણાવવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details