ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર કલેક્ટર કચેરી ખાતે લોકડાઉનમાં ફસાયેલા લોકોને સુરત જવા અપાયું માર્ગદર્શન

દેશમાં કોરોના વાઇરસના પગલે ત્રીજું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે કે, જે પરપ્રાંતિય મજૂરો જે તે રાજ્યમાં ફસાયેલા છે તેઓ પરત પોતાના વતન જઈ શકે તે માટે પ્રબંધ કરવામાં આવી રહ્યો છે.

જામનગર કલેકટર કચેરી ખાતે લોકડાઉનમાં ફસાયેલા લોકોને સુરત જવા અપાયુ માર્ગદર્શન
જામનગર કલેકટર કચેરી ખાતે લોકડાઉનમાં ફસાયેલા લોકોને સુરત જવા અપાયુ માર્ગદર્શન

By

Published : May 2, 2020, 12:59 PM IST

જામનગરઃ જિલ્લામાં મહાકાય કંપની આવેલી છે. તેમ જ અહીં બ્રાસ ઉદ્યોગ સાથે પણ પરપ્રાંતિય મજૂરો મોટી સંખ્યામાં સંકળાયેલા છે. જામનગરમાં શનિવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર દ્વારા પરપ્રાંતીય તેમજ અન્ય જિલ્લાના જે લોકો ફસાયેલા છે તેમને સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જામનગર કલેકટર કચેરી ખાતે લોકડાઉનમાં ફસાયેલા લોકોને સુરત જવા અપાયુ માર્ગદર્શન

મહત્વનું છે કે, જામનગર શહેરમાં અન્ય જિલ્લાના તેમજ અન્ય પ્રાંતના અનેક લોકો હાલ ફસાયેલા છે અને આ લોકોને પોતાના વિસ્તારમાં જવા માટે ડિજિટલ ગુજરાત gov.inમાં એપ્લિકેશન ફોર્મ ભરવું પડશે અને ત્યારબાદ જે તે વિસ્તારમાં જવાની મંજૂરી આપવામાં આવશે.

જામનગર કલેકટર કચેરી ખાતે લોકડાઉનમાં ફસાયેલા લોકોને સુરત જવા અપાયુ માર્ગદર્શન

લોકડાઉનમાં ફસાયેલા લોકો પોતાનું પર્સનલ વાહન તેમજ પ્રાઇવેટ વાહન કરી જે તે વિસ્તારમાં જઈ શકે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી પણ આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details