ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર એરપોર્ટ પર ગૃહપ્રધાન અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું - Home Minister Amit Shah at Jamnagar Airport

ગૃહપ્રધાન અમિત શાહ જામનગર એરપોર્ટ આવી (Amit Shah Gujarat Visit)પહોંચ્યા હતા. જામનગર એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જામનગરથી હેલીકોપ્ટર મારફત દ્વારકા પહોંચ્યા હતા. ગૃહપ્રધાન દ્વારકા જગતમંદિરમાં દર્શન કર્યા અને મરીન પોલીસના કમાન્ડો સેન્ટરની મુલાકાત લીધી હતી.

જામનગર એરપોર્ટ પર ગૃહપ્રધાન અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
જામનગર એરપોર્ટ પર ગૃહપ્રધાન અમિત શાહનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

By

Published : May 28, 2022, 3:41 PM IST

જામનગરઃભાજપના ચાણકય ગણાતા દેશના ગૃહપ્રધાન અમીત શાહ જામનગર આવી પહોંચ્યા બાદ દ્વારકા રવાના થયા હતાં. સૌ પ્રથમ જગતમંદિરમાં માથુ ટેકવીને દ્વારકાના મોજપ ખાતે આવેલા મરીન કમાન્ડો સેન્ટરની (Amit Shah in Dwarka)મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને જવાનોની પીઠ થાબડી હતી, જામનગર તથા દ્વારકામાં પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ગૃહપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું -સવારે 10:15 કલાકે ગૃહપ્રધાન ખાસ વિમાન મારફત જામનગરના વિમાની મથકે આવી (Amit Shah Gujarat Visit) પહોંચ્યા હતાં, ત્યારે જિલ્લા કલેકટર સૌરભ પારઘી, એસ.પી. પ્રેમસુલ ડેલુ દ્રારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi visit Gujarat)સૌરાષ્ટ્ર્રના આટકોટમાં હોવાથી જામનગરના સાંસદ, ધારાસભ્યો, શહેર-જિલ્લાના પ્રમુખો ત્યાં પહોંચ્યા છે અને પ્રોટોકોલ મુજબ સ્વાગત કરવા માટે જવાબદારી જિલ્લાના અધિકારીઓને આપવામાં આવી હતી. શહેર ભાજપ તરફથી મહામંત્રી પ્રકાશ બાંભણીયા અને વિજયસિંહ જેઠવા, એરપોર્ટના ડાયરેકટર સચીન ખંગાર એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ગૃહપ્રધાન દ્વારકાધીશના દર્શને પહોંચ્યા -જો કે આ સ્થાનિક ભાજપ વર્તુળો વિમાનના રન-વે સુધી ગયા ન હતાં, ત્યાં અધિકારીઓએ સ્વાગત કર્યુ હતું. ગૃહપ્રધાન જામનગરના વિમાની મથકેથી સીધા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા પહોંચ્યા હતા. જયાં દ્વારકાના કલેકટર મુકેશ પંડયા, પોલીસ વડા નિતેશ પાંડે સહિતના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. ગૃહ પ્રધાન દ્વારકાધીશના મંદિરમાં ગયા હતાં અને ત્યાં ચરણ પાદુકાનું પુજન કર્યુ હતું તેમજ દ્વારકાધીશજીની પુજા પણ કરી હતી.

આ પણ વાંચોઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાજકોટ ખાતે અનોખી રીતે કરાયું સ્વાગત

મરીન કમાન્ડો સેન્ટરની મુલાકાત -650થી વધુ પોલીસ કર્મચારીઓ અને અનેક પોલીસ અધિકારીઓના બંદોબસ્ત વચ્ચે ગૃહપ્રધાન અમીત શાહ સીધા દ્વારકા નજીક આવેલા મોજપ ખાતે મરીન કમાન્ડો સેન્ટરની મુલાકાતે ગયા હતાં જયાં અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. સુરક્ષા અધિકારીઓએ આ વિસ્તારને હાઇ સિકયુરીટી ઝોનમાં લઇને મજબુત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

તમામ પ્રકારની સુવિધાઓ આપવાની ખાતરી આપી -જગતમંદિરેથી ગૃહપ્રધાનનો કાફલો સીધો મરીન પોલીસના મથકે પહોંચ્યા બાદ ત્યાં કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સરહદની સુરક્ષા કરતા જાબાઝ જવાનો સાથે ગૃહપ્રધાને ચર્ચા કરીને વિગતો મેળવી હતી. આ ઉપરાંત જવાનોને સંબોધન પણ કર્યુ હતું અને તેમાં સરહદની સુરક્ષા કરતા તમામ જવાનોને તમામ પ્રકારની સુવિધાઓ આપવાની ખાતરી આપી હતી તેમજ દેશના દુશ્મનોને ભરી પીવા કેન્દ્ર સરકાર પણ હરહંમેશ તૈયાર હોવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃPM Gujarat Visit Live: સરકારના પ્રયાસમાં જનતાનો પ્રયાસ જોડાય ત્યારે શક્તિ અનેકગણી વધી જાય છેઃ PM

ભાજપ વર્તુળો હાજરી આપી -છેલ્લા બે દિવસથી જામનગર તેમજ દ્વારકા જિલ્લામાં ગૃહપ્રધાનના આગમનની તૈયારી લઇને ધમધમાટ ચાલતો હતો. પોલીસ દ્રારા ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું. દ્વારકા જિલ્લામાં પોલીસ વડા નિતેશ પાંડેના વડપણ હેઠળ લોખંડી સુરક્ષા-વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જોગાનું જોગ આજે ભાજપના બે સર્વેાચ્ચ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહપ્રધાન અમીત શાહ એક જ દિવસે સૌરાષ્ટ્ર્રમાં હોવાથી સ્થાનિક ભાજપી વર્તુળોને ઉપરથી આદેશ મળ્યા મુજબ મોટાભાગનો કાફલો આટકોટ ગયો હતો. આથી જામનગર તથા દ્વારકાના કાર્યક્રમોમાં સ્થાનિક ભાજપ વર્તુળો હાજરી આપી શકયા ન હતાં. મરીન પોલીસના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ અમીત શાહ હેલીકોપ્ટર મારફત પરત જામનગર આવ્યા હતાં અને અહીંથી ખાસ વિમાન મારફત અમદાવાદ જવા રવાના થઇ ગયા હતાં.

ABOUT THE AUTHOR

...view details