જામનગરવાસીઓ રાજ્ય સરકારના નવા નિયમોને આવકારી રહ્યા છે. મોટાભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરી ઘરની બહાર નિકળી રહ્યા છે. જામનગરમાં સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર સાત રસ્તા પરથી પસાર થતા મોટા ભાગના વાહનચાલકો હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે.
જામનગરમાં RTOના નવા નિયમોની અમલવારી શરુ - રાજ્ય સરકારના નવા નિયમો
જામનગર: રાજ્યમાં આજથી RTOના નવા નિયમોની અમલવારી કરવામાં આવી છે, ત્યારે જામનગરમાં મોટાભાગના વાહનચાલકો નિયમનું પાલન કરતા જોવા મળ્યા છે. હેલ્મેટ પહેરીને વાહનચાલકો વાહન લઈ પસાર થઈ રહ્યા છે.
![જામનગરમાં RTOના નવા નિયમોની અમલવારી શરુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4454101-thumbnail-3x2-sdfsd.jpg)
etv bharat jamnagar
જામનગરમાં RTOના નવા નિયમોની અમલવારી શરુ
જામનગરમાં અમુક સંસ્થાઓ દ્વારા હેલમેટના કાયદાનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. આથી ફરજિયાત હેલ્મેટ PUC અને ચાલુ વાહને ફોન પર વાત કરનાર સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં અકસ્માતમાની સંખ્યા નિવારવા માટે હેલ્મેટનો કાયદો લવાયો છે.