ગુજરાત

gujarat

ETV Bharat / state

Global Traditional Medicine Center: જામનગરમાં વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે, 19 એપ્રિલના વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે - Global Traditional Medicine Center

વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર (world first Global Traditional Medicine Center)જામનગરમાં સ્થાપનાર છે. આ સેન્ટરનું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. કેન્દ્રિય આયુષ પ્રધાને(Global Traditional Medicine Center) સેન્ટરની મુલાકાત લીધી હતી.

Global Traditional Medicine Center: જામનગરમાં વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે, 19 એપ્રિલના વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે
Global Traditional Medicine Center: જામનગરમાં વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર બનશે, 19 એપ્રિલના વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે

By

Published : Apr 8, 2022, 5:33 PM IST

જામનગરઃ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં (Global Traditional Medicine Center) સ્થાપનાર છે. આ સેન્ટરનું ખાતમુહૂર્ત આગામી 19 એપ્રિલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી( Prime Minister Narendra Modi)કરવાના છે. આ સમગ્ર કાર્યક્રમ અંગે કેન્દ્રિય આયુષ પ્રધાન સરબાનંદા સોનોવાલે જામનગરની મુલાકાત લીધી હતી અને (world first Global Traditional Medicine Center)પત્રકાર પરિષદ સંબોધી હતી.

વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગરમાં -ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટર જામનગર નજીક સ્થાપનાર છે. આ અંગે પત્રકાર પરિષદમાં કેન્દ્રિય આયુષ પ્રધાન સરબાનંદા સોનોવાલ, ભારત સરકારના આયુષ સેક્રેટરી પદ્મશ્રી વૈધ રાજેશ કોટેચા, જામનગરના સાંસદ પૂનમ માડમ, ડો. અનુપ ઠાકર અને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર મુકુલ પટેલે પત્રકારોને માહિતી આપી હતી.

આ પણ વાંચોઃGujarat Ayurved University : દેશના વડાપ્રધાન મોદીએ આયુર્વેદિક યુનિવર્સિટીને અત્યાર સુધીમાં શું આપ્યું જાણો

વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મીડિસિન સેન્ટર -કેન્દ્રિય કેબિનેટ પ્રધાન સરબાનંદા સોનોવાલે જણાવ્યુ હતું કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વિશ્વનું સૌપ્રથમ ગ્લોબલ ટ્રેડિશનલ મીડિસિન સેન્ટર ભારતને ફાળવીને ભારત સરકાર અને આપણા બધા ઉપર મોટી જવાબદારી મૂકી છે. દેશના સફળ અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં આપણે સહિયારા પ્રયાસથી આ જવાબદારી સુપેરે નિભાવીશુ તેનો મને વિશ્વાસ છે. 250 મિલિયન ડોલરની ભારત સરકારની સહાયથી સ્થપાનાર આ સેન્ટર માટે ગુજરાત સરકાર દ્વારા જામનગર નજીક 35 એકર જગ્યા આયુષ મંત્રાલયને વિનામુલ્યે ફાળવા માટે કેન્દ્રિય પ્રધાન સરબાનંદા સોનોવાલે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.

19 એપ્રિલે ખાતમુહૂર્ત યોજાસે -આગામી 19 એપ્રિલે યોજાનાર ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ વિશ્વ આરોગ્ય સંસ્થાના ડાયરેકટર જનરલ સી. ટ્રેડરોશ, કેન્દ્રિય આરોગ્યપ્રધાન મનસુખમાંડવિયા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ ઈસ્ટ એશિયન રીઝીયોનલ ઓફિસના ડાયરેકટર તેમજ અનેક દેશના દિલ્હી સ્થિત એમ્બેસેડર અને કેન્દ્રિય તેમજ રાજ્ય પ્રધાન મંડળના સદસ્યો ઉપસ્થિત રહેનાર છે.

આ પણ વાંચોઃPM Modi Visit in Jamnagar : 19 એપ્રિલે પીએમ મોદી જામનગરમાં ઔષધીય દવાઓના રિસર્ચ સેન્ટરનું ભૂમિપૂજન કરશે

ABOUT THE AUTHOR

...view details