ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં સૌપ્રથમ વખત વુમન્સ કપ 2019નું આયોજન, 10 ટીમોએ લીધો ભાગ - JMR

જામનગર: ગુજરાતની પ્રથમ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, જામનગર એ ક્રિકેટરોની ભૂમિ છે તેમજ રવિન્દ્ર જાડેજા જેવા ક્રિકેટરો દેશને આપ્યા છે. થોડા દિવસ પહેલા જ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં જામનગરની બે મહિલા ક્રિકેટરોએ ડંકો વગાડ્યો હતો. આ ટૂર્નામેન્ટની શરુઆત 2 જૂનથી થશે. જેમાં નેહા ચાવડા અને રિદ્ધિ રૂપારેલે બાંગ્લાદેશમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.

cricket

By

Published : May 30, 2019, 9:25 AM IST

ત્યારે પ્રાપ્ત વિગતો અનુસાર, જામ રણજીતસિંહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ ટુર્નામેન્ટ રમાશે. તેમજ આ ટૂર્નામેન્ટની શરુઆત 2 જૂનથી થશે. જેમાં ઓપન ગુજરાત ટુર્નામેન્ટમાં 10 મહિલા ટીમોએ ભાગ લીધો છે. જેમાં જામનગરની સ્ટાર ખેલાડી નેહા ચાવડા, રિદ્ધિ રૂપારેલ સહિતની મહિલાઓ ક્રિકેટ રમશે.

જામનગરમાં સૌપ્રથમ વખત વુમન્સ કપ 2019નું આયોજન, 10 ટીમોએ લીધો ભાગ

જેમાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા સતત મહિલાઓ ક્રિકેટમાં આગળ આવે તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા. જેના ભાગરૂપે ગુજરાતમાં સૌપ્રથમ વાર જામનગર ખાતે મહિલા ક્રિકેટ ટૂર્નામેન્ટની આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, ભારતમાં હવે મહિલા IPL ટૂર્નામેન્ટ શરૂ થઇ છે. આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર મહિલા ક્રિકેટરોને મહિલા IPL ક્રિકેટમાં સ્થાન મળે તેવી શક્યતાઓ છે.

ABOUT THE AUTHOR

...view details