જામનગરમાં આખલા યુદ્ધનો વીડિયો વાયરલ, તંત્ર કોઇ અકસ્માતની રાહ જોવે છે...? - Gujarti news
જામનગરઃ શહેરમાં આખલાઓનો આતંક વધતો જોવા મળી રહ્યો છે. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં જાહેર માર્ગ પર આખલાઓની લડાઈનો વીડિયો સામે આવ્યો છે. આખલાઓના આતંક સામે તંત્રની બેદરકારીને લઈને શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
![જામનગરમાં આખલા યુદ્ધનો વીડિયો વાયરલ, તંત્ર કોઇ અકસ્માતની રાહ જોવે છે...?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3862572-thumbnail-3x2-jmr.jpg)
જામનગર શહેરમાં આખલા યુદ્ધનો વિડીયો વાયરલ.શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ?
જામનગરમાં શહેરમાં દિવસે દિવસે આખલાનો આતંક વધી રહ્યો છે. ત્યારે અવાર નવાર શહેરીજનો આખલાની લડતમાં અકસ્માતનો ભોગ બની રહ્યા છે. શહેરમાં ત્રણ જેટલા લોકોનું આખલાના યુદ્ધમાં મોત નિપજ્યું છે. ત્યારે વ્યાપક પ્રમાણમાં લોકમાંગ ઉઠી છે કે, શહેરમાં રખડતા આખલાઓ પર કાબૂ મેળવવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવે.
જામનગર શહેરમાં આખલા યુદ્ધનો વિડીયો વાયરલ.શહેરીજનોનો ભોગ લેશે તેની રાહ જુવે છે તંત્ર ?