આ પહેલા પણ બે દિવસ અગાઉ GSTની ટીમ દ્વારા પીપાવાવમાં એક કરોડની GST ચોરી ઝડપી પાડી છે. તો જામનગરમાં પણ GST ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે.
જામનગરમાં ગોકુલ હોન્ડા શો રૂમમાં GSTનું ચેકીંગ... - gujaratinews
જામનગર: શહેરમાં આવેલા ગોકુલ હોન્ડાના શો રૂમમાં GST ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં GSTના બે અધિકારીઓ ખાનગી વાહનમાં ગોકુલ હોન્ડાના શો રૂમમાં પહોંચ્યા હતા. તેમજ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.
જામનગરમાં ગોકુલ હોન્ડા શો રૂમમાં GSTનું ચેકીંગ...
જામનગરમાં GSTના બોગસ બીલથી વ્યવહારો થતા હોવાનું અધિકારીઓની જાણમાં આવ્યું હતું. સાથે જ GSTના કાયદાનું ઉલ્લંઘન થતું હોવાનું જાણમાં આવ્યું હતું. જો કે સૂત્રોના જણાવ્યા અનુસાર, ગોકુલ હોન્ડાના શો રૂમમાંથી એક લાખની રિકવરી કરવામાં આવી છે. આ અંગે ગોકુલ હોન્ડાના મેનેજર કંઈ પણ બોલવાનું ટાળ્યું છે.
જામનગરમાં ઉદ્યોગનગરમાં પણ GST ટીમ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવે છે. આ કારણે ઉદ્યોગમાં બોગસ બીલિંગથી વ્યવહાર થતા હોવાનું બહાર આવ્યું છે.