INS વાલસુરામાં યોજાયેલ નૌસેનાના આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાના બાળકો માટે પ્રદર્શન યોજાયું હતું. પોસ્ટ ટિકીટ પ્રદર્શનનું ઉદ્ઘાટન એડમિરલ જી. કે. હરીશ અને વી. એસ. એમ અને જી. એન. ડી. એ કર્યું હતું.
જામનગરમાં INS વાલસુરામાં પોસ્ટની અવનવી ટિકીટનું પ્રદર્શન યોજાયું - exhibition
જામનગરઃ ભારતીય નૌસેના દ્વારા જામનગરમાં વાલસુરા ખાતે 'પોસ્ટ ટિકિટ' અને 'મેરા ડાક' ટિકીટ અભિયાનનું આયોજન કરવામાં આવ્યુ હતું. આજની યુવા પેઢીમાં અલગ અલગ શોખ હોય છે, તેથી તેમના આ શોખને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગર
આ ટિકીટ પ્રદર્શનમાં ભારત અને અલગ અલગ 29 દેશોની લગભગ 40,000 ટિકીટનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરના પોસ્ટ ટિકીટ સંગ્રહકાર અશોક. ડી. પંડ્યાની 1851થી લઈ આજ સુધીની ટિકીટ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ પ્રદર્શનને આઈએનએસ વાલસુરામાં રહેતા જવાનો અને તેમના પરિજનોએ નિહાળ્યું હતું.