તેમજ જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જામનગર જિલ્લાના ઘણા બધા ગામડાંઓ દરિયા કિનારે વસેલા છે. જો કે, ગઈકાલે જ 20 હજાર જેટલા લોકોનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યું છે અને તેમને સુરક્ષિત સ્થાને પહોંચાડવામાં આવ્યા છે.
આગામી 1 કલાકમાં જામનગરમાં અતિભારે વરસાદની શક્યતાઃ કલેક્ટર
જામનગર: વાયુ વાવાઝોડાનું સંકટ હાલ ટળ્યું નથી અને જામનગરમાં અતિભારેથી ભારે વરસાદ આપે તેવી શક્યતા જિલ્લા કલેક્ટર રવિશંકરે દર્શાવી છે. આ સાથે સાથે જિલ્લા કલેકટર રવિશંકરે લોકોને સુરક્ષિત સ્થાને પહોંચવા માટે પણ અપીલ કરી છે.
ગુરૂવારના રોજ જિલ્લા કલેક્ટર રવિશંકરે અમદાવા સેવા ટ્રસ્ટની મુલાકાત લીધી હતી અને અહીં ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા છે તેમનું નિરીક્ષણ કર્યું છે. જામનગરમાં ૧૦ થી ૧૨ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા લોકો માટે ફૂડ પેકેટ બનાવવામાં આવ્યા હતા. જામનગર જિલ્લામાં વાયુ વાવાઝોડાના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને કોઇ જાનહાનિ ન થાય તેમ જ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
મહત્વનું છે કે, વાવાઝોડું હાલ ઓમાન તરફ ફંટાયું એવા અહેવાલો આવી રહ્યા છે છતાં પણ જામનગર પર હજુ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે તેવા સંકેત જિલ્લા કલેકટર રવિશંકરે આપ્યા છે. હાલ જામનગરમાં જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.