પરિજનોએ ઠપકો આપતાં જીવન ટુંકાવ્યું જામનગર: લાલપુરના પીપરટોડા ગામે શંકાસ્પદ હાલતમાં મૃત પામેલી તરૂણીએ ઠપકાે આપતા લાગી આવતા ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હાેવાનું બહાર આવ્યું છે. જયારે અન્ય એક બનાવમાં જામનગર શહેર નજીક મોડા ગામે જીઇબીનું મીટર ફીટ કરી રહેલા યુવાનને શોક લાગતા તેનું મૃત્યુ થયાનું પોલીસમાં જાહેર થયું છે.
તરુણીને મોબાઈલની લત: હજુ સાતમું ધોરણમાં અભ્યાસ કરતી હતી. જેનિશા અને સતત મોબાઈલ ફોન પર રહેતી હતી. જો કે માતા પિતાએ અનેક વખત સમજાવી પણ તરુણીને મોબાઈલની લત લાગી ગઈ હતી. જેના કારણે ઘરનું કામ પણ કરતી ન હતી. આખરે તરુણીના માતા પિતા મામાના ઘરે તરુણીને લઈને આવ્યા હતા અને સમગ્ર વાત તેના મામાને કરી હતી. મામાએ પણ તરુણી ને સમજવી હતી. આખરે તને માઠું લાગી આવતા રાત્રીના સમયે બધા સુઈ ગયા ત્યારે આપઘાત લીધો હતો.
પીએમ રિપોર્ટમાં ખુલાસો:જેનિશાના પિતા પંકજભાઈએ જણાવ્યું કે મોટા ભાગનો સમય તે મોબાઈલ પર રહેતી હતી. પોતે સુરતમાં હીરા ઘસી ઘરનું ગુજરાન ચલાવે છે. બે પુત્ર અને એક પુત્રી તને સંતાનમાં છે. જો કે શરૂઆતમાં જેનિશાના પરિજનો તેને છાતીમાં દુખાવો થતો હોવાના કારણે મોત થયું હોવાનું જણાવ્યું હતું. આખરે પીએમ રિપોર્ટમાં તરુણીએ આપઘાત કર્યો હોવાનું હોવાનો રિપોર્ટ આવ્યો છે.
ઠપકો આપતાં જીવન ટુંકાવ્યું: બહાર આવતા પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગત 26 મેના રોજ સાંજના 8 વાગ્યાના સુમારે તેની માતા-પિતા અને મામાએ આખો દિવસ મોબાઇલ અને ટીવી જોવા બાબતે અને ઘરમાં કામકાજ કરતી ન હાેય તે બાબતે ઠપકો આપતા જેનીસા જે જીદી સ્વભાવની હોય તેને મનમાં લાગી આવતા આપઘાત કરી લીધો હતો. જે પીએમ રિપોર્ટમાં સામે આવ્યું છે.
- Rajkot Suicide Case: રાજકોટમાં મોબાઇલ મામલે કોલેજીયન યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત
- સાયબર ફ્રોડથી કંટાળીને યુવકે કર્યો આપઘાત, લોટરીમાં કારની લાલચ આપી 1.40 લાખ રૂપિયાની છેતરપિંડી