- જામનગરની જી. જી. હોસ્પિટલ બની રખડતા ઢોરનો અડ્ડો
- રખડતા ઢોરે જી. જી. હોસ્પિટલમાં અડ્ડો જમાવ્યો રખડતા ઢોરોએ
- જામનગર 7 રસ્તા તેમજ લાલ બંગલા વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ
જામનગરઃ શહેરના અતિવ્યસ્ત ગણાતા હવાઈ ચોક 7 રસ્તા તેમજ લાલ બંગલા વિસ્તારમાં રખડતા ઢોર જ્યાં જૂઓ ત્યાં જોવા મળે છે અને રસ્તા વચ્ચે બેસી ટ્રાફિક સમસ્યા પણ ઊભી કરતા જોવા મળે છે.
મનપા ક્યારે જાગશે અને લેશે પગલાં
જામનગર મહાનગરપાલિકામાં નવા ચૂંટાયેલા મેયરે જાહેરાત કરી હતી કે, રખડતા ઢોરનો જે ત્રાસ છે. તે દૂર કરવા માટે એકશન પ્લાન ઘડવામાં આવશે. જોકે હજુ સુધી રખડતા ઢોરનો ત્રાસ દૂર થયો નથી અને હવે રખડતા ઢોર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી.હોસ્પિટલમાં પણ અડ્ડો જમાવી, ત્યારે ફરતા જોવા મળી રહ્યા છે.