ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કોવિડ-19 હોસ્પિટલમાં દર્દીઓ સાથે મજાક, રાત્રીના ભોજનમાં ગાંઠિયા અપાયા - does not provide healthy food to corona patients

જામનગરમાં આવેલી જીજી હોસ્પિટલમાં કોરોના જેવી ગંભીર હાલતમાં બીમાર દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે એવો નાસ્તો આપવાને બદલે ગાંઠિયા, સંભારો મરચાં આપવામાં આવે છે.

GG Hospital
GG Hospital

By

Published : May 13, 2020, 12:31 PM IST

જામનગરઃ શહેરમાં આવેલી જીજી હોસ્પિટલમાં આવી કોરોના જેવી ગંભીર હાલતમાં બીમાર દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે એવો નાસ્તો આપવાને બદલે ગાંઠિયા, સંભારો અને મરચાં આપવામાં આવે છે.

જામનગરમાં કોવિડ 19 હોસ્પિટલમાં દર્દીઓ સાથે મજાક,રાત્રે ભોજનમાં ગાંઠીયા સંભારો અને મરચા અપાયા
જામનગર જી.જી હોસ્પિટલમાં બનાવવામાં આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે હોસ્પિટલ સત્તાધીશોએ મજાક કરી છે. કોરોના વોર્ડમાં દાખલ દર્દીઓએ આપવામાં આવેલા રાત્રિભોજનના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા.કોરોના પોઝિટિવ દર્દીઓને સારો ખોરાક આપવામાં આવે તો તેમની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ જલ્દીથી સાજા થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ. ત્યારે જી.જી હોસ્પિટલમાં ગાંઠિયા સંભારો અને મરચાં રાત્રી ભોજન આપવામાં આવે છે. આ વાત સોશિયલ મીડિયા દ્વારા બહાર આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ તેઓ આરોગ્ય વ્યવસ્થા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details