એકબાજુુ પાર્ટી પ્લોટ અને ક્લબોમાં યોજાતા ગરબા અને બીજી બાજુ શેરી મહોલ્લામાં યોજાતા પરંપરાગત ગરબા. બંને ગરબામાં માતાજીની આરધનાના અલગ અલગ ઉંચાઈ જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં આજે પણ અર્વાચીન ગરબાની પરંપરા જીવીત છે. જામનગરના રણજીતનગરમાં પટેલ યુવક મંડળનાં યુવકોને આગ ઉપર ગરબા રમતા જોઈ મોં માં આંગળા નાંખી જવાય.
આગ ઉપર આરાધનાઃ હાથમાં મશાલ લઈ અંગારા ઉપર રાસ રમતા આ યુવકોને જોઈ દંગ રહી જવાશે
જામનગર: રણજીતનગરમાં પટેલ યુવક મંડળ દ્વારા સરદાર પટેલ ચોકમાં છેલ્લા બે દાયકાથી રમાતા વિવિધ પ્રાચીન રાસ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. આ રાસ રમવા માટે ખેલૈયાઓ બે મહિનાથી મહેનત કરતાં હતાં. માતાજીની આરધાનામાં લીન થયેલા ખેલૈયાઓેને આગ પણ દઝાડતી નથી. અંગારા ઉપર ગરબા રમીને જે રીતે માતાજીની ભક્તિ થઈ રહી છે તે જોઈ આંખો ચાર થઈ જશે.
Etv Bharat
સળગતા કપાસિયા પર રાસ કરતા યુવકો કોઈ પણ જાતનું પ્રવાહી લગાવતા નથ અને માતાજી પર શ્રદ્ધા રાખી આ રાસ કરે છે. હાથમાં મશાલ અને વિવિધ સ્ટેપ્સ લેતા યુવકો દર વર્ષે મશાલ રાસ કરે છે. પટેલ યુવક મંડળ દ્વારા છેલ્લા સાત દાયકાથી આ પ્રકારે ગરબાનું આયોજન કરવામાં આવે છે. તેમાંય મશાલ રાસ જોવા માટે દુર દુરથી લોકો અહીં આવે છે.