જામનગરઃ શહેરમાં સગીરા પર સમુહિક દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી છે. એક તરફ દેશમાં હાથરસ સામુહિક દુષ્કર્મની ઘટનાને કારણે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે જામનગરમાં સગીરા પર 4 નરાધમોએ દુષ્કર્મ કરતા સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે.
ઉલ્લેખનીય છે કે, ચારેય નરાધમો આ સગીરાને બંધ મકાનમાં લઈ ગયા હતા. જ્યાં વારા ફરતી તેના પર દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતા. જેમાં 3 આરોપીને ઝડપી લીધા છે. દુષ્કર્મ કર્યા બાદ તમામ આરોપીઓ દેવભૂમિ દ્વારકાના સિંહણ ગામે નાસી છૂટ્યા હતા.