ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરથી બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈ વતન જવા રવાના થયા

જામનગરમાં બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈને પોતાના વતન જવા રવાના થયા છે. જેમાં તેઓ 2300 કિ.મી લાંબી અંતર કાપી અને બંગાળમાં પોતાના વતન પહોંચશે.

Jamnagar
જામનગર

By

Published : May 19, 2020, 9:03 PM IST

જામનગર : શહેરમાં મોટા પ્રમાણમાં બ્રાસપાર્ટ ઉદ્યોગ તેમજ અહીં મહાકાય રિફાઇનરીઓ આવેલી છે. બ્રાસ ઉદ્યોગ તેમજ મહાકાય રિફાઇનરીમાં નોકરી તેમજ કામ ધંધા અર્થે મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ આવતા હોય છે.

જામનગરથી બંગાળના ત્રણ શ્રમિકો સાઇકલ લઈ માદરે વતન જવા રવાના
જે પૈકીના ત્રણ યુવકો જામનગરથી બંગાળ જવા માટે સાઇકલ લઇને નીકળ્યા હતા. જેમાં યુવકોએ જણાવ્યું કે, તેમને જામનગરથી કોઈપણ ટ્રેન તેમજ અન્ય કોઇ વાહન ન મળતાં હોવાને કારણે પગપાળા જવાને બદલે હવે તેઓ સાયકલ લઈ પોતાના વતન તરફ જવા નીકળ્યા છે.આ યુવકો છેલ્લા પાંચ મહિનાથી જામનગરમાં કામ ધંધા અર્થે આવેલા હતા. જેમાં ત્રણ યુવકો 2300 કિ.મી લાંબી મંજિલ કાપી અને બંગાળમાં પોતાના વતન પહોંચશે.

ABOUT THE AUTHOR

...view details