જામનગરઃ કોરોનાની આ મહામારીમાં અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં 150 બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે ટિફિન સર્વિસ અપાઈ રહી છે. સાથે સાથે ખીજડિયા બાયપાસ પાસે રહેતા 15 જેટલા વૃદ્ધ લોકોના ઘરે પણ ટિફિન પહોંચાડવમાં આવે છે. લોકડાઉનના આ સમયમાં અમન ચેરીટેબલ ટ્રસ્ટની ઉમદા કામગીરી જોવા મળી રહી છે.
જામનગરના અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 150 બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે ટિફિન સર્વિસ - jamnagar news
કોરોનાની આ મહામારીમાં અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં 150 બેરોજગાર યુવાઓને વિનામૂલ્યે ટિફિન સર્વિસ અપાઈ રહી છે. સાથે સાથે ખીજડિયા બાયપાસ પાસે રહેતા 15 જેટલા વૃદ્ધ લોકોના ઘરે પણ ટિફિન પહોંચાડવમાં આવે છે. લોકડાઉનના આ સમયમાં અમન ચેરીટેબલ ટ્રસ્ટની ઉમદા કામગીરી જોવા મળી રહી છે.
શહેરમાં 2014થી વિવિધ સામાજિક સેવા કરતા અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં ખાસ કરીને જે લોકોના ધંધા રોજગાર બંધ છે તેની મદદ કરવામાં આવી રહી છે. આમ તો જામનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી વૃદ્ધાશ્રમ ચલાવી રહેતા અમન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકડાઉનમાં કોઈ માણસ ભૂખ્યો ન રહે તેવા ઉદેશથી ભોજનાલય શરૂ કરવામાં આવ્યું છે.
હાલ પરપ્રાંતિય લોકો હોટલમાં કામ કરતા હતા તે બેરોજગાર બન્યા છે અને નોકરી ન હોવાથી એક ટાઈમ જમવાના પણ ફાંફાં પડી રહ્યા છે. જામનગરમાં યુપી, બિહાર અને નેપાળથી યુવકો નોકરી કરવા આવ્યા છે. હાલ આ લોકોની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે, ત્યારે સંકટ સમયે અમન ચેરીટેબલ ટ્રસ્ટ આગળ આવ્યું છે..
Etv bharat સાથેની વાતચીતમાં ટ્રસ્ટના મહિલા પ્રમુખ પારુલ બહેને જણાવ્યું કે, તેઓ વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને લોકડાઉનમાં લોકોની મદદ કરવી એ અમારી ફરજ છે.
બેરોજગાર યુવાઓને તો ભોજન આપવામાં આવે છે. સાથે સાથે ખીજડિયા બાય પાસ પાસે રહેતા 15 જેટલા વૃદ્ધ લોકોના ઘરે પણ ટિફિન પહોંચાડવમાં આવે છે. આમ જામનગરમાં છેલ્લા ઘણા સમયથી સેવાકીય પ્રવૃત્તિ માટે જાણીતા અમન ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી લોકડાઉનમાં પણ ઉમદા જોવા મળી રહી છે.
જામનગરમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકડાઉનમાં સેવાયજ્ઞ ચાલવી રહી છે. અનેક લોકોને ફૂટ પેકેટ આપવામાં આવી રહ્યા છે, ત્યારે અમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ 150 જેટલા લોકોને ટિફિન સર્વિસ આપવામાં આવી રહી છે.