જામનગર અને દેવભૂમિ દ્વારકામાં નિ:શુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો - Free screening camp in Devbhumi Dwarka
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સેરેબ્રલ પાલ્સીના બાળદર્દીઓ (ઉમર 0-15 વર્ષ) માટે તદન નિ:શુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ જી.જી. હોસ્પિટલ જામનગર ખાતે આવેલ ડી.ઇ.આઇ.સી.(District Early Intervention Centre) સેન્ટર ખાતે યોજાયો હતો. જામનગર જિલ્લા કલેક્ટર રવિ શંકર દ્વારા આ કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
![જામનગર અને દેવભૂમિ દ્વારકામાં નિ:શુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6095838-thumbnail-3x2-jamnagar.jpg)
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં નિ:શુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો
જામનગર: શહેરમાં આ કેમ્પ વાગડ વેલ્ફેર ટ્રસ્ટ, ભચાઉ, કચ્છ, મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેડિયાટ્રિક્સ ઓર્થોપેડિક ડિસોર્ડર્સ, મુંબઇ વિભાગીય નાયબ નિયામક કચેરી(આરોગ્ય વિભાગ), રાજકોટ; જી.જી. હોસ્પિટલ, જામનગર; એમ.પી.શાહ મેડિકલ કોલેજ, જામનગર, જિલ્લા આરોગ્ય તંત્ર, જામનગર, જિલ્લા આરોગ્ય તંત્ર, દેવભૂમિ દ્વારકા દ્વારા સંયુક્ત ઉપક્રમે આયોજીત કરવામાં આવ્યો હતો.
જામનગર અને દેવભૂમિ દ્વારકામાં નિ:શુલ્ક સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો
- સેરેબ્રલ પાલ્સી દરેક બાળકો માટે ખરાબ હોય છે અને સુધારો થતો જ નથી તેમ હોતું નથી. કેટલાક બાળકોને સામાન્ય તકલીફ હોઇ તેમાં સુધારો ઝડપથી થાય છે. બાકીના કેસમાં ખૂબ કસરત (ફિઝીઓથેરાપી)થી તથા યોગ્ય દવાના સંયોજન કે, નાના મોટા ઓપરેશનથી ફાયદો થઈ શકે છે. સેરેબ્રલ પાલ્સીના આશરે 30 ટકા દર્દીઓને તીવ્ર રોગ હોય છે. જેમાં સારું થવાની શક્યતા ઓછી હોઇ શકે છે.
સારવાર: સામાન્ય રીતે આવા બાળકની સારવાર જૂદી-જૂદી સારવાર પધ્ધતિઓના સંયોજનથી કરવામાં આવે છે
- ફિઝીઓથેરાપી
- ઓક્યુપેશનલ થેરાપી
- યોગ્ય દવાઓ કે જેનાથી સ્નાયુઓ નરમ થઈ શકે.
- યોગ્ય કેસ માં નાની-મોટી સર્જરી
સેરેબ્રલ પાલ્સીના બાળકો કુટુંબ અને સમાજ માટે એક જવાબદારી સમાન છે. તબીબી વિજ્ઞાનનો આટલો વિકાસ થયો હોવા છતાં આપણે આવા કેસો અટકાવી શકતા નથી કે, નથી તેની યોગ્ય સારવાર થઈ શકતી. તેથી આપણી નૈતિક અને માનવીય ફરજ છે કે, આવા બાળકોના પ્રશિક્ષણ અને સારવાર માટે આપણાથી બનતા તમામ સહયોગ આપી આવા બાળકોના વિકાસમાં મદદ કરવી તેમજ તેઓને હૂંફ અને સહારો આપવો.