ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર જમીન વિકાસ બેંકના લોન કૌભાંડમાં ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી - જામનગર વશરામભાઈ રાઠોડ

જામનગર જમીન વિકાસ બેંકમાં ખેડૂતોએ લોન-ધિરાણ લઇને ભરપાઇ કર્યા બાદ અંદાજે 100 જેટલા ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. જેને લઇને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલને પત્ર લખીને ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

Jamnagar
જામનગર જમીન વિકાસ બેંકના લોન કૌભાંડમાં ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી

By

Published : Oct 2, 2020, 11:13 AM IST

જામનગર: જામનગર જમીન વિકાસ બેંકમાં ખેડૂતોએ લોન-ધિરાણ લઇને ભરપાઇ કર્યા બાદ અંદાજે 100 જેટલા ખેડૂતો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. જેને લઇને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલને પત્ર લખીને ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે સહકાર પ્રધાન ઇશ્વરસિંહને પત્ર લખીને જણાવ્યુ છે કે, જમીન વિકાસ બેંક-બ્રાંચમાંથી લોન લેનાર જામનગર તાલુકાના ધ્રાંગડા, ખંભાલીડા, મેડી, ફલ્લા, લાખાણી (નાનોવાસ) લાખાણી (મોટોવાસ) સહિતના અનેક ગામડાઓના સંખ્યાબંધ ખેડૂતોના લોનના હપ્તા ખેડૂતો દ્વારા બેંકની બ્રાન્ચ પર ભરપાઇ કરવામાં આવેલ છે. તેની હપ્તા ચૂકવ્યાની પહોંચ પણ ખેડૂતોને આપવામાં આવેલ છે. પરંતુ પૈસા જે તે વસુલ લેનાર બેંક કર્મચારી દ્વારા બેંકમાં જમા કરવામાં આવેલ નથી. જેથી ખેડૂતોએ પૈસા ભરેલ હોવા છતાં ખેડૂતના બેંક ખાતામાં રકમ હાલ બાકી બોલે છે.

આમ બેંક કર્મચારીએ કરેલા કૌભાંડનો ભોગ ખેડૂતોને બનવું પડ્યું છે. જેને લઈને ખેડૂતોને બેંક દ્વારા નો ડયુ સર્ટીફીકેટ પણ આપવામાં આવેલ છે. જેમાં ખેડૂતોનો કોઇ કસુર નથી. બેંકના ભંડોળમાંથી કે, અન્ય કોઇ જોગવાઇ કરી ખેડૂતોના લોન ખાતામાં ખેડૂતો દ્વારા ભરપાઇ કરવામાં આવેલી રકમ તાત્કાલિક જમા આપવી જોઇએ. જેથી ખેડૂતોને મુળ રકમ અને વ્યાજનું ભારણ ભોગવવું ન પડે અનેક ખેડૂતો સાથે આ પ્રકારે છેતરપિંડી કરવામાં આવેલ છે. તે માટે જે ખેડૂતો લોનની રકમ ભરપાઇ કર્યા અંગેના આધારો રજૂ કરે તે ખેડૂતના લોન ખાતામાં તાત્કાલિક રકમ જમા થઇ જાય તે પ્રકારે સુચના આપવામાં આવે તેમજ જે ઉચાપત કરનાર કર્મચારી તેમજ અન્ય સંડોવાયેલ કોઇ વ્યકિત સામે ફોજદારી ગુનો દાખલ કરીને જે ગુનેગાર હોય તેની પાસેથી રકમ વસુલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

વધુમાં જણાવ્યુ કે, તા.31-5-2018થી જામનગર જમીન વિકાસ બેંકમાં વહિવટદાર નિમાયેલ છે. તો શું આ વહિવટદાર કે, બેંક મેનેજરને અત્યાર સુધી આ બેંકના ગોટાળા કેમ ધ્યાનમાં ન આવ્યા હોય..? ખેડૂતો બેથી ત્રણ વર્ષ થયા છતાં ખેડૂત સુધી લોન તેમજ બાકીની નોટિસ પણ પહોંચવા ન દીધી. ખરેખર નોટિસ રજિસ્ટર એ.ડી.થી મોકલવી જોઇએ. જો રજિસ્ટર એ.ડી.થી મોકલેલ હોય તો કેમ મળેલ નથી? અને ઓડીટમાં બતાવવા માટે કાઢેલ નોટિસ ખેડૂત સુધી ન પહોંચી ખરેખર દર વર્ષે ઓડીટ કરવામાં આવે છે, ત્યારે જવાબદાર ઓડીટ કરનાર અધિકારીએ પણ ધ્યાન કેમ ન દોર્યુ જેવા અનેક સવાલો સાથે લોન કૌભાંડમાં ખેડૂતો સાથે કરવામાં આવેલી છેતરપિંડી પ્રકરણમાં તપાસ કરીને ફરિયાદ કરવાની માંગણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details