ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં 10 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી મહિલા સહિત ચાર ઝડપાયા - જામનગર પોલીસ

જામનગર શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને આર્મીના નિવૃત્ત કર્મચારીને નાણાં રોકવાની લાલચ આપી 33 લાખ રૂપિયા લઇ બે મહિલા સહિત સાત શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. તેમજ અન્ય વ્યક્તિઓના 2.77 કરોડ મળી 3 કરોડ અને બીજા શહેરોમાંથી આ જ રીતે આશરે 7 કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરાવી કુલ રૂા.10 કરોડની છેતરપિંડી આચર્યાની નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

જામનગરમાં 10 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી મહિલા સહિત ચાર ઝડપાયા
જામનગરમાં 10 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી મહિલા સહિત ચાર ઝડપાયા

By

Published : Jan 24, 2021, 7:39 AM IST

  • જામનગરમાં 10 કરોડની છેતરપીંડી કરનારને પોલીસે દબોચ્યા
  • શેરબજારમાં નાણાંનું રોકાણ કરી આશરે 10 કરોડની ઉચાપાત કરી
  • પોલીસે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી


જામનગર : શહેરમાં બાલાજી પાર્ક વિસ્તારમાં રહેતા અને આર્મીના નિવૃત્ત કર્મચારીને નાણાં રોકવાની લાલચ આપી 33 લાખ રૂપિયા લઇ બે મહિલા સહિત સાત શખ્સોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. તેમજ અન્ય વ્યક્તિઓના 2.77 કરોડ મળી 3 કરોડ અને બીજા શહેરોમાંથી આ જ રીતે આશરે 7 કરોડ જેટલી માતબર રકમ રોકાણ કરાવી કુલ રૂા.10 કરોડની છેતરપિંડી આચર્યાની નોંધાયેલી ફરિયાદમાં પોલીસે મહિલા સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી.

જામનગરમાં 10 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી મહિલા સહિત ચાર ઝડપાયા

નિવૃત આર્મી મેન સહિત 54 લોકો સાથે કરી છેતરપિંડી

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં શેરબજારમાં નાણાંનું રોકાણ કરાવી પૂષ્કળ ફાયદો અપાવવાની લાલચ આપી અનેક લોકો સાથે છેતરપિંડીના બનાવમાં પીએન માર્ગ પર આવેલા નિયોસ્કેવરમાં જી-39 ઓફિસમાં ઓમ ટ્રેડીંગના નામે શરૂ થયેલી પેઢીના સંચાલક અને કર્મચારીઓ દ્વારા જુદાં-જુદાં વ્યક્તિઓને શેરબજારમાં રોકાણ કરાવી ચોકકસ વળતર અપાવવાની લાલચ આપી આશરે 10 કરોડની ઉચાપાત આચરી હતી. આ પેેઢી દ્વારા જામનગરમાં રહેતા અને નિવૃત્ત આર્મીમેન રણવીર પ્રતાપસિંહનેે ચોકકસ વળતરના નામે લાલચ આપી સમયાંતરે રૂ.33 લાખનું રોકાણ ઓમ ટ્રેડીંગમાં કરાવ્યું હતું.

જામનગરમાં 10 કરોડનું ફુલેકુ ફેરવનાર ટોળકીમાંથી મહિલા સહિત ચાર ઝડપાયા

પોલીસે રિમાન્ડ માટે તજવીજ શરૂ કરી

નિવૃત્ત આર્મીમેન સહિત જામનગરના અંદાજે 60 થી 65 જેટલા રોકાણકારો પાસેથી રૂ.3,10,25,000નું રોકાણ ઓમ ટ્રેડીંગના સંચાલકોએ કરાવ્યું હતું. ત્યારબાદ આ રોકાણકારોને વળતર આપવામાં ધાંધિયા કરવામાં આવ્યાં હતાં. જેથી નિવૃત્ત આર્મીમેન સહિતના રોકાણકારો દ્વારા ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણાં પરત મેળવવા માટેના પ્રયાસો થતા ઓમ ટ્રેડીંગના હિરેન મહેન્દ્ર ધબ્બા, મહેન્દ્ર ધબ્બા, જય મહેન્દ્ર ધબ્બા, આશાબેન હિરેન ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, તોસિફ બસીર શેખ અને એકાઉન્ટન્ટ સંગીતાબેન સહિતના સાત કર્મચારીઓનો સંપર્ક ન થવાથી નાણાંની ઉચાપાત થયાનું જણાતા રણવીર પ્રતાપસિંહે આ બનાવ અંગે સાત શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે ઓમ ટ્રેડીંગમાં રોકેલા નાણાંધારકોની યાદી બનાવી તપાસ હાથ ધરતા આ પ્રકરણમાં જામનગર જિલ્લાના આશરે 65 જેટલા લોકોએ નાણાં રોકયા હોવાનું તેમજ આ રકમ 10 કરોડ જેટલી હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું.

હજુ ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર

આ પ્રકરણમાં પોલીસે મહેન્દ્ર જમનાદાસ ધબ્બા, હસમુખસિંહ જીતુભા પરમાર, સંગીતાબેન મેઘરાજ તથા તોસિફ શેખ નામના ચાર શખ્સોને ઝડપી લઇ ફર્નિચર તેમજ બે એસી કબ્જે કરી બાકીના ત્રણ આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details