ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમા વોર્ડ નંબર-4માં કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે, ત્યારે વોર્ડ નંબર 4ના ઉમેદવારોએ જિલ્લા સેવા સદન 2 ખાતે ફોર્મ ભર્યા હતા અને પોતાની પ્રતિક્રિયા આપી હતી.

Jamnagar
Jamnagar

By

Published : Feb 6, 2021, 9:39 AM IST

  • વૉર્ડ નંબર 4માં થશે કાંટાની ટક્કર
  • બે ઉમેદવાર રિપીટ, બે નવા ચહેરા
  • ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર

જામનગર: હાલમાં સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ગઈકાલે જામનગરમાં ભાજપે તમામ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે ભાજપમા મોટા પાયે ભંગાણ સર્જાયું છે અને અનેક અગ્રણીઓ અને નગરસેવકો પાર્ટીથી નારાજ થયા છે. કોંગ્રેસના 27 ઉમેદવારોની યાદી જાહેર થઈ ગઈ છે. જ્યારે બાકીના ઉમેદવારોની યાદી જાહેર થવાની બાકી છે. વોર્ડ નં. 4 ના ઉમેદવારોએ જિલ્લા સેવા સદન 2માં આવેલ લેન્ડ રેકર્ડ કચેરી ખાતે ફોર્મ ભર્યા હતા.

જામનગરમા વોર્ડ નંબર 4માં કોંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ફોર્મ

વોર્ડ નંબર ચારમાં ગત ટર્મમાં કોંગ્રેસના ઉમેદવાર બન્યા હતા વિજેતા

વોર્ડ નંબર 4 ના નગરસેવકો પોતાના ટેકેદારો સાથે લેન્ડ રેકર્ડ કચેરી ખાતે પહોંચ્યા હતા. જો કે, કોરોના મહામારીને ધ્યાને રાખી સામાજીક અંતર જળવાય તે માટે ઓછી સંખ્યામાં ટેકેદારોને બોલાવવામાં આવ્યા હતા. ચૂંટણી અધિકારીઓએ વોર્ડ નંબર 4ના નગરસેવકોના ફોર્મની તપાસણી કરી હતી અને કાયદાકીય પ્રક્રિયા પૂરી કરી નગરસેવકોના ફોર્મ સ્વીકાર્યા હતા.

તેમજ નગરસેવકોએ વિશ્વાસ દેખાડ્યો હતો કે, વોર્ડ નંબર 4માં કોંગ્રેસના આનંદ ગોહિલ, સુભાષ ગુજરાતી, સુષ્માબા જાડેજા અને હાલમાં ભાજપના અસંતુષ્ટ નગરસેવક રચના નંદાણીયા બહુમતીથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા થશે.

ABOUT THE AUTHOR

...view details