ગુજરાત

gujarat

ETV Bharat / state

Former Ranji cricketer:સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરોએ એક અનુભવી ક્રિકેટર ગુમાવ્યાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટરનું નિધન - ભૂતપૂર્વ રણજી ક્રિકેટર

જામનગરના અને સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર નિવૃત્ત ડીવાયએસપી અંબાપ્રતાપસિંહ જાડેજાનું(Former Ranji cricketer Ambapratap Singh Jadeja ) કોરોનાના કારણે નિધન થયું છે. જામનગરના 69 વર્ષીય અંબપ્રતાપસિંહજી જાડેજા આજે વલસાડમાં કોરોના (Former Ranji cricketer dies)સામેની લડાઈમાં જંગ હારી જતા વહેલી સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

Former Ranji cricketer:સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરોએ એક અનુભવી ક્રિકેટર ગુમાવ્યાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટરનું નિધન
Former Ranji cricketer:સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરોએ એક અનુભવી ક્રિકેટર ગુમાવ્યાં ભૂતપૂર્વ રણજી ક્રિકેટરનું નિધન

By

Published : Jan 4, 2022, 6:29 PM IST

જામનગર: જામનગરના અને સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજી ક્રિકેટર તથા નિવૃત્ત ડીવાયએસપી અંબાપ્રતાપસિંહ જાડેજાનું( Ambapratap Singh Jadeja)કોરોનાના કારણે સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા જામનગર-સૌરાષ્ટ્રના ક્રિકેટમાં ઘેરા (Former Ranji cricketer dies)શોકની લાગણી ફેલાઈ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મૂળ જામનગરના 69 વર્ષીય અંબપ્રતાપસિંહજી જાડેજા આજે વલસાડમાં કોરોના સામેની લડાઈમાં જંગ હારી જતા વહેલી સવારે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.

મૂળ જામનગરના રણજી ક્રિકેટરનું નિધન

જોકે તેમનો કોરોના રિર્પોટ નેગેટીવ આવ્યો હોવાનું જાણવા મળે છે. ભૂતપૂર્વ રણજી ક્રિકેટર તથા નિવૃત્ત ડિવાયએસપી અંબપ્રતાપસિંહજી જાડેજા સૌરાષ્ટ્ર વતી 8 રણજી મેચ રમ્યા હતા. જેમાં તેઓએ ઉત્કૃત દેખાવ કરી ક્રિકેટ ક્ષેત્રે આગવું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની વિદાયથી સૌરાષ્ટ્રના યુવા ક્રિકેટરોએ એક અનુભવી, ઉત્તમ કક્ષાના માર્ગદર્શક ગુમાવ્યા છે. તેઓની વિદાયથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો અને ક્રિકેટના ખેલાડીઓએ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પણ વાંંચોઃAmbaji Shobhayaatra: અંબાજીમાં માતાજીની વિશાળ શોભાયાત્રા રદ કરવામાં આવી

જામનગરે વધુ એક ક્રિકેટર ગુમાવ્યા

તેઓના અવસાનના સમાચાર મળતા તેમના ભાઈ વિજયસિંહ જાડેજા આજે વહેલી સવારે જામનગરથી વલસાડ જવા રવાના થયા હતા. તેમનો એક પુત્ર કે જે કેરલામાં રહે છે તે પણ વલસાડ આવવા નિકળી ગયેલ છે.

આ પણ વાંંચોઃSurat cryptocurrency cheating : 10 નાપાસ યુવકે ક્રિપ્ટો કરન્સીના નામે 2 કરોડ 65 લાખ ખંખેરી નાખ્યાં

ABOUT THE AUTHOR

...view details