ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ સાંસદની પુત્રવધુ સંચાલિત જુગારધામમાં LCBનો દરોડો, 14 મહિલા જુગાર રમતા ઝડપાઇ - Teen Patti

જામનગર શહેરના હાથી કોલોનીમાં રહેતા મહિલા સંચાલિત જુગાર સ્થળે રેડ દરમિયાન LCBએ 57,000ની રોકડ અને 4 બાઇક મળી કુલ રૂપિયા 1.77 લાખના મુદ્દામાલ સાથે પૂર્વ સાંસદના પુત્રવધુ સહિત 14 મહિલાઓને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.

જુગારધામ
જુગારધામ

By

Published : Jan 17, 2021, 9:20 PM IST

  • જામનગરમાં પૂર્વ સાંસદની પુત્રવધુ સંચાલિત જુગારધામમાંLCBનો દરોડો
  • 14 મહિલા જુગાર રમતા ઝડપાઇ
  • રૂપિયા 57,000ની રોકડ અને 4 બાઇક મળી કુલ રૂપિયા 1.77 લાખનો મુદ્દામાલ કબ્જે

જામનગર : શહેરના હાથી કોલોનીમાં રહેતા મહિલા સંચાલિત જુગાર સ્થળે રેડ દરમિયાન LCBએ 57,000ની રોકડ અને 4 બાઇક મળી કુલ રૂપિયા 1.77 લાખના મુદ્દામાલ સાથે પૂર્વ સાંસદના પુત્રવધુ સહિત 14 મહિલાઓને તીન પત્તી રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તીન પત્તીનો જુગાર રમતી 14 મહિલા ઝડપાઇ

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના હાથી કોલોની શેરી નંબર-1માં ઓમકાર એપાર્ટમેન્ટ, બ્લોક નંબર 102માં રહેતા પૂર્વ સાંસદના પુત્રવધુ દિવ્યા તેના ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી તીન પત્તીનો જુગાર રમાડતા હોવાની LCBની ટીમને મળેલી બાતમીના આધારે રેડ કરી હતી. જે દરમિયાન દિવ્યા સહિત 14 મહિલાઓને રૂપિયા 57,000ની રોકડ રકમ અને રૂપિયા 1.20 લાખની કિંમતના 4 બાઇક સહિત કુલ રૂપિયા 1.77 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતી.

ABOUT THE AUTHOR

...view details