ગુજરાત

gujarat

ETV Bharat / state

Salim Durani: જામનગરમાં સિક્સરના શહેનશાહની નિકળી અંતિમયાત્રા, પૂર્વ કપ્તાન અજય જાડેજા પણ જોડાયા

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અજય જાડેજા સલીમ દુરાનીની અંતિમ સફરમાં જામનગર ખાતે પહોંચ્યા હતા. તેમના નિવાસ્થાનેથી તેમની આખરી સફર નીકળી હતી. પરિવારજનો સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના હોદ્દેદારો પણ અંતિમવિધિમાં જોડાયા હતા.

By

Published : Apr 2, 2023, 8:48 PM IST

પૂર્વ કપ્તાન અજય જાડેજાએ પાઠવી શ્રદ્ધાંજલિ
પૂર્વ કપ્તાન અજય જાડેજાએ પાઠવી શ્રદ્ધાંજલિ

પૂર્વ કપ્તાન અજય જાડેજા સલીમ દુરાનીની અંતિમ સફરમાં જામનગર ખાતે પહોંચ્યા

જામનગર: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન અજય જાડેજા સલીમ દુરાનીની અંતિમ સફરમાં જામનગર ખાતે પહોંચ્યા હતા. પૂર્વ ક્રિકેટર અજય જાડેજાએ સલીમ દુરાનીના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. કબ્રસ્તાન પર અજય જાડેજા પહોંચ્યા હતા અને અહીં સ્વર્ગસ્થ સલીમ દુરાનીની કબર પર ફૂલ ચડાવી નમન કર્યા હતા.

આ પણ વાંચો:Salim Durrani Passed Away: દર્શકોની ડિમાન્ડ પર સિક્સર મારતા ક્રિકેટર સલીમ દુરાનીએ કહ્યુ અલવિદા...

નિવાસસ્થાનેથી આખરી સફર: ઉલ્લેખનીય છે કે સલીમ દુરાની અને અજય જાડેજા વચ્ચે વર્ષો જૂના સબંધો હતા. અજય જાડેજા દિલ્હીથી ફ્લાઈટમાં રાજકોટ આવ્યા હતા અને રાજકોટથી કારમાં સવાર થઇને જામનગર ખાતે પહોંચ્યા હતા. દર્શકોની ડિમાન્ડ પર સિક્સર ફટકારતા મહાન ક્રિકેટર સલીમ દુરાનીનું આજે નિધન થયું હતું. તેમના નિવાસ્થાનેથી તેમની આખરી સફર નીકળી હતી. પરિવારજનો સાથે જામનગર ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના હોદ્દેદારો પણ જોડાયા હતા. નવાનગર ક્રિકેટ એકેડમી દ્વારા પણ શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

પૂર્વ કપ્તાન અજય જાડેજાએ પાઠવી શ્રદ્ધાંજલિ

ક્રિકેટની દુનિયામાં વિખ્યાત નામ: આજે બન્ને IPL મેચમાં પણ મહાન ક્રિકેટરના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સલીમ દુરાનીના ટેસ્ટ મેચના નારા વિદેશમાં પણ લાગ્યા હતા. કારણ કે સલીમ દુરાની બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં હંમેશા બેસ્ટ પર્ફોમન્સ કરતા હતા. જામનગરના યંગ ક્રિકેટર્સ સલીમ દૂરાની પાસેથી ઘણું બધું શીખ્યા છે. સલીમ દુરાની ભારતીય ક્રિકેટ ટીમમાં 13 વર્ષ સુધી રમ્યા હતા.

આ પણ વાંચો:Arijit Touched Dhoni Feet: અરિજિત સિંહે મહેન્દ્ર સિંહ ધોનીના ચરણ સ્પર્શ કરતા સર્જાયો અદભૂત નજારો

સિક્સરના શહેનશાહ: આજના યુવા ક્રિકેટરો માટે પણ દ્રષ્ટાંત રૂપ અને સિકસરના શહેનશાહ ગણાવાયેલા સલીમ દુરાની જામનગર ખાતે ગેલેકસી ટોકીઝ સામે ધણશેરીની ખાડમાં રહે છે. સમયાંતરે અચુક તેઓ ક્રિકેટ બંગલાની મુલાકાતે જાય છે. આજે પણ જયારે નવ લોહીયા ક્રિકેટરો દુરાની સાહેબને જુએે છે. ત્યારે એમની પાસે દોડી જાય છે અને અત્યંત માયાળુ સ્વભાવના કારણે તેઓ ખાસી એવી લોકપ્રિયતા પણ ધરાવે છે. સલીમ દુરાની વિતેલી પેઢીના એક એવા ખ્યાતનામ ક્રિકેટર છે કે, જેમણે પોતાના કાળમાં સિક્સરના શહેનશાહ તરીકેનું બિરૂદ મેળવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details