જામનગરના ધ્રોલમાં એક યુવક છેલ્લા 30 દિવસથી અર્ધનગ્ન અવસ્થામાં ગાંધીજીના માર્ગે ઉપવાસ કરી રહ્યો છે. યુવકની માંગણી છે ,કે ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવતો ન હોવાથી તેણે ઉપવાસ શરૂ કર્યા છે.
ધ્રોલ નગરપાલિકામાં પડતર પ્રશ્નોનો ઉકેલ ના આવતા 30 દિવસથી અર્ધનગ્ન હાલતમાં યુવક ઉપવાસ પર ઉતર્યો - ધ્રોલ નગરપાલિકા
ધ્રોલ: જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા સામે એક યુવક છેલ્લા 30 દિવસથી અર્ધનગ્ન હાલતમાં ગાંધીજીના માર્ગે ઉપવાસ કરી રહ્યો છે. યુવકના પ્રમાણે ધ્રોલ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ પડતર પ્રશ્નોનો ઉકેલ ના લાવતા તે આ ઉપવાસ પર ઉતર્યો છે.
ધ્રોલમાં રહેતા રાજુભાઇ પરમાર નામના આ વ્યક્તિએ અગાઉ પણ ધ્રોલ પાલિકાની અણઆવડત સામે ઉપવાસ કર્યા હતા. પાલિકા સામે છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહેલા રાજુભાઈ પરમારની વિવિધ માંગણીઓ છે કેમ કેમ ધ્રોલ શહેરમાં હજુ મોટા ભાગના રોડ પર ડામર કરવામાં આવ્યું નથી. શહેરના તમામ રસ્તા પર ડામર કામ કરવામાં આવે અને પાલિકાના સત્તાધીશો સગાવાદ ચલાવી પોતાના સગા વ્હાલાઓને કોઈપણ મંજૂરી વિના બાંધકામો કરવાની છૂટ આપતા હોવાનો પણ આક્ષેપ કર્યો છે.
છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહેલા રાજુભાઈ પરમાર આખરે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને અરજી મોકલી છે .ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને અવારનવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં ન આવતા તેઓ છેલ્લા 30 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે.