જામનગર: રાજ્યમાં કોરોના વાઈરસના કેસ વધી રહ્યા છે. જામનગરમાં પણ શંકાસ્પદ કેસ નોંધાયા બાદ જામનગર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જી.જી. હોસ્પિટલમાં સ્પેશિયલ ફ્લૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે, જામનગર ખાતે કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓ નોંધાયા છે. હાલ બંને દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે.
જામનગર જી.જી. હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ, બે શંકાસ્પદ કેસ નોંધાયા - Corona 2 suspected cache in Jamnagar
રાજ્યમાં કોરોના વાઈરસે પગ પેસારો કર્યા બાદ જામનગર જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. શહેરની જી.જી. હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ કરવામાં આવી છે. ઉપરાંત જામનગરમાં કોરોના વાઈરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે.
જામનગર જી.જી.હોસ્પિટલમાં અલગથી ફ્લુ ઓપીડી શરૂ, બે શંકાસ્પદ કેસ નોંધાયા
તાવ શરદી ઉધરસ વગેરે માટે જી.જી. હોસ્પિટલમાં ફલૂ ઓપીડી શરૂ કરવામાં આવી છે. ETV ભારત સાથેની વાતચીતમાં ડોક્ટર મનીષ મહેતાએ જણાવ્યું કે, જામનગરની જી.જી હોસ્પીટલાં કોરોના વાઈરસ સામે લડવા સજ્જ છે. અહીંના ડોક્ટરોને સ્પેશિયલ ટ્રેનિંગ પણ આપવામાં આવી છે.