જામનગર જિલ્લાને પીવાનું પાણી પૂરું પાડતું આજી-1 ડેમમાંથી સતત નર્મદાનું પાણી છોડવામાં આવતું હતું. જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. બાલંભા, પીઠળ અને માધાપર ગામ બેટમાં ફેરવાયા હતા. ભારે વરસાદના કારણે આ ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક NDRFની ટીમને બોલાવવામાં આવી હતી અને રાતભર રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગરમાં ભારે વરસાદના પગલે ગામડાઓ બેટમાં ફેરવાયા - જામનગરમાં ભારે વરસાદ
જામનગરઃ જામનગર પંથકમાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા, પીઠડ, માધાપર, લતીપર સહિતના ગામમાં પાણી ભરાયા છે. મહત્વનું છે કે, જે ગામમાં પાણી ભરાયું છે તે ગામમાં અગાઉ નર્મદાનું પાણી છોડવામાં આવ્યું હતું.
![જામનગરમાં ભારે વરસાદના પગલે ગામડાઓ બેટમાં ફેરવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4104774-thumbnail-3x2-jmr.jpg)
heavy rains in jamnagar
જામનગરમાં ભારે વરસાદ
મહત્વનું છે કે, જોડિયા તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં અગાઉ છોડવામાં આવેલા નર્મદાનું પાણી અને ઉપરથી વરસાદનું પાણી બંને ભેગા થતા પાણીનો પ્રવાહ સતત વધ્યો હતો અને ત્રણથી ચાર ગામમાં બેટમાં ફેરવાયા હતા.