કોરોના અંગે લોકોમાં જાગૃતિ લાવવા જામનગર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ - ips hasan saffin
કોરોના વૈશ્વિક મહામારીમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. અને પોઝિટિવ કેસની સંખ્યા પણ વધતી જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં લોકડાઉનમાં 4માં ખાસ કરીને જાહેર સ્થળો પર લોકોના ટોળા એકઠા ન થાય અને સોશિયલ અવેરનેસ લોકોમાં આવે તે માટે જામનગર પોલીસ દ્વારા આજરોજ શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.
કોરોના અંગે લોકોને જાગૃત કરવા માટે જામનગર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ
જામનગરઃ કોરોના અવેરનેસ માટે જામનગર પોલીસ દ્વારા શહેરના જુદા જુદા રાજમાર્ગો પર યોજવામાં આવી હતી. આઇ.પી.એસ સફીન હસનની આગેવાનીમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયુ હતુ. શહેરના જુદા જુદા રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ પસાર થઈ હતી. અને લાઉડ સ્પીકરના માધ્યમથી તમામ વેપારીઓ તેમજ બહાર નીકળેલા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની અપીલ કરવામાં આવી હતી.