ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ રિપોર્ટ નોંધાયા - latest news in Jamnagar

જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ રિપોર્ટ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. દર્દીઓને સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Jamnagar
જામનગર

By

Published : Jun 5, 2020, 12:29 PM IST

જામનગર: જામનગરમાં એક જ દિવસમાં કોરોનાના 5 પોઝિટિવ રિપોર્ટ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. દર્દીઓને સારવાર માટે શહેરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગરમાં એક જ દિવસમાં પાંચ કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુરુવારે બે દંપતિ સહિત પાંચ દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો હતો. બન્ને દંપતિ ગત તારીખ 30ના રોજ મુંબઈથી જામનગર આવ્યા હતા. જ્યારે અન્ય એક દંપતિને હોમ ક્વોરોન્ટાઇન કરાયું હતું. જયારે અબુધાબીથી આવેલા 48 વર્ષના પુરુષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ પુરુષને પણ સમરસ હોસ્ટેલમાં ખસેડવામાં આવ્યો છે.

જ્યારે એક દિવસમાં પાંચ વ્યક્તિના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સર્વેની કામગીરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details