- જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવર બ્રિજની મળી મંજૂરી
- સૌથી મોટો ફ્લાઈ ઓવરબ્રિજ સુભાષબ્રિજ
- જામનગર શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી
જામનગરઃ શહેરમાં સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી મીટિંગ મળી હતી. આ મીટિંગમાં જામનગર શહેરના વિવિધ વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. જેમાં જામનગરમાં પ્રથમ ફ્લાયઓવર બ્રિજની મંજૂરી આપવામાં આવી છે. આ ઓર બ્રિજ 197 કરોડ રૂપિયામાં બનાવવામાં આવશે.
જામનગરમાં પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ
જામનગરમાં સુભાષ બ્રિજથી સાત રસ્તા સુધીના ચાર કિલોમીટર લાંબા ફ્લાયઓવર બ્રિજની મંજૂરી સ્ટેન્ડિંગ કમિટીમાં આપવામાં આવી છે. જામનગર શહેરમાં ટ્રાફિકની ભારે સમસ્યા હોવાનાં કારણે ફ્લાય ઓવરબ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રથમ ફ્લાય ઓવરબ્રિજ બનાવવા આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને જરૂર મુજબ પહોળાઈના રસ્તાઓ પણ કરવામાં આવનાર છે ચાર કિલોમીટર લંબાઈનો ઓવર બ્રિજ 197 કરોડના ખર્ચે નિર્માણ થશે.