રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં આગ લાગતા તાત્કાલિક ફાયર ફાઈટર ને જાણ કરવામાં આવી હતી. ત્યારે એક ફાયર ફાઈટરની મદદથી આગને કાબુમાં લેવામાં આવી હતી.રાજપૂત સમાજની વાડી માં લાગેલી આગથી સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ તેને ઓલવી દેવામાં આવી હતી.
જામનગરમાં રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં લાગી આગ - rajput samaj vadi
જામનગરઃએક દિવસમાં આગનો બીજો બનાવ બન્યો છે.બપોરના સમયે રામ ડેરી રેસ્ટોરન્ટના ગ્રાઉન્ડફલોર માં આગ લાગી હતી. ત્યારે સાંજના સમયે રાજપૂત સમાજની વાડીની પાછળ આવેલા ગોડાઉનમાં આગ લાગી હતી. ગોડાઉનમાં લાગેલી આગ અગરબત્તી ના કારણે લાગી હોવાનું લોકો જણાવી રહ્યા છે.

જામનગરમાં એકજ દિવસમાં લાગી બે જગ્યાએ આગ
જામનગરમાં રાજપૂત સમાજની વાડીના ગોડાઉનમાં લાગી આગ
મહત્વનું છે કે રાજપૂત સમાજની વાડીમાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે.જયારે આગનો બનાવ બન્યો ત્યારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.જો કે ફાયર ટીમે તાત્કાલિક આગને કાબુમાં લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.