આગનો સીલસીલો યથાવત, જામનગરમાં વધુ એક આગનો બનાવ - showroom
જામનગર: ખોડીયાર કોલોનીમાં આવેલા હોન્ડાના શોરૂમ પાસે ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ સ્થાનિકોએ ફાયરને ટીમને જાણ કરી હતી. આ આગ પર કાબુ મેળવાયો હતો.

જામનગરમાં વધુ એક આગનો બનાવ
ખોડીયાર કોલોનીમાં આવેલા બાઇકના શો રૂમ પાસે આગ લાગી હતી, પરંતુ આ આગ વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા ફાયર ટીમની મદદથી આગને કાબૂમાં લીધી હતી. ઉનાળો શરૂ થતાં જામનગરમાં આગના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફાયર ટીમે આગને કાબૂમાં લેતા સ્થાનિકોમાં હાશકારો અનુભવ્યો હતો.