જામનગરમાં કોર્પોરેટરના પતિ નુરા ભાઈ સવારે ચા પીવા ગયા ત્યારે ચાર શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો. મહત્વનું છે કે અગાઉ ટેક્સી રાખવા બાબતે બોલાચાલી થઈ હતી. જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હોવાનું પરિજનો જણાવી રહ્યા હતા. કોર્પોરેટર જેતુન રાઠોડે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ઘાયલ નૂરભાઈને ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
જામનગરમાં જુની અદાવતમાં કોર્પોરેટરના પતિ પર થયો જીવલેણ હુમલો
જામનગરઃ શહેરમાં વોર્ડ નંબર 11ના કોર્પોરેટર જેતુન રાઠોડના પતિ નુરમામદ પર ચાર શખ્સોએ તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો. હાલમાં કોર્પોરેટરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સ્પોટ ફોટો
ઘટનાને અંજામ આપી આરોપીઓ નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતાં જ કોંગ્રેસના આગેવાનો અને નગરસર્વકો હોસ્પિટલ પહોંચ્યા હતા.